NDAમાં હોવા છતાં મિઝોરમના CMએ કહ્યું PM સાથે સ્ટેજ પર નહીં જાઉં

PC: indiatvnews.com

મિઝોરમના મુખ્યમંત્રીએ PM મોદીને લઇને એક નિવેદન આપ્યું છે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.મિઝોરમના મુખ્યમંત્રીએ કહ્યું કે, PM અહીં આવશે તો તેમની સાથે હું સ્ટેજ શેર નહીં કરું. આ વાત કરીને મુખ્યમંત્રીએ ઇમોશનલ કાર્ડ રમી લીધો છે.

મિઝોરમમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. રાજ્યમાં 7 નવેમ્બરે મતદાન થવાનં છું. તે પહેલા મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવશે ત્યારે તેઓ તેમની સાથે સ્ટેજ શેર કરશે નહીં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓકટોબરે મિઝોરમના પશ્ચિમી વિસ્તારમાં આવેલા મમિત શહેરની મુલાકાત લઇ શકે છે અને આ વિસ્તારના ભાજપાન ઉમેદવાર માટે પ્રચાર કરે તેવી સંભાવના છે.

મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મિઝોરમમાં દરેક જણ ખ્રિસ્તી છે. જ્યારે મણિપુરમાં મૈઇટી સમુદાયના લોકોએ ત્યાં સેંકડો ચર્ચ સળગાવી દીધા હતા ત્યારે મિઝોરમના લોકો આવા પ્રકારની વિચારધાથી સંપૂર્ણ વિરુદ્ધ હતા, તેથી આ સમયે ભાજપ પ્રત્યે સહાનુભૂતિ રાખવી મારી પાર્ટી માટે યોગ્ય રહેશે નહીં. તેમણે કહ્યું કે એના કરતા એ યોગ્ય રહેશે કે પ્રધાનમંત્રી એકલા આવે, જાતે જ સ્ટેજ સંભાળે અને હું અલગથી પ્રચાર કરું.

ઝોરામથાંગાની મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)નો એક ભાગ છે અને કેન્દ્રમાં નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA)નો હિસ્સો છે, પંરતુ મિઝોરમમાં MNF ભાજપની સાથે નથી.

મુખ્ય પ્રધાને કહ્યું કે MNF, NDA અને NEDA માં જોડાયા કારણ કે તે સંપૂર્ણપણે કૉંગ્રેસની વિરુદ્ધ છે અને તેની આગેવાની હેઠળના કોઈપણ જોડાણનો ભાગ બનવા માંગતા નથી.

તેમણે કહ્યું કે મ્યાનમાર, બાંગ્લાદેશ અને મણિપુરના 40,000 થી વધુ લોકોએ મિઝોરમમાં આશ્રય લીધો છે. જોરામથાંગાએ કહ્યું કે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની જવાબદારી કેન્દ્રની છે જેથી લોકો તેમના વતન રાજ્યમાં પાછા જઈ શકે.

મિઝોરમ દેશનું એક નાનકડું રાજ્ય છે અને નવેમ્બરની 7મી તારીખે વિધાનસભાની ચૂંટણી થવાની છે. માત્ર 40 બેઠકો જ છે. રાજકારણના જાણકારોનું કહેલું છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મણિપુર હિંસાની મિઝોરમની ચૂંટણી પર અસર દેખાશે અને કોઇ એક પાર્ટીને બહુમતી મળે તેવું ચિત્ર દેખાતું નથી. ત્રિશંકુ સરકાર બનવાની સંભાવના જાણકારો વ્યકત કરી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ખબર પડશે કે કોનો હાથ ઉપર રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp