સુબોધ કુમારના પરિવારને મળ્યા યોગી આદિત્યનાથ, 50 લાખ, અસાધારણ પેન્શન, એકને નોકરી

PC: ANI

બુલંદ શહેર હિંસામાં માર્યા ગયેલા ઈંસ્પેક્ટર સુબાધ કુમાર સિંહના પરિવારજનોએ ગુરુવારે સવારે લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. મુખ્યંત્રીએ તેમને દરેક સંભવ મદદ અને ન્યાય અપાવવાનો વિશ્વાસ આપ્યો છે.

યોગી આદિત્યનાથે બુધવારે સુબોધ કુમારના પરિવારજનોને મળવા માટે લખનૌ બોલાવ્યા હતા. સુબોધ કુમારની પત્ની પોતાના બંને દીકરાઓ અને પોતાની બહેનની સાથે મુખ્યમંત્રીને મળવા માટે ગઈ હતી. આશરે અડધો કલાકની મુલાકાત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુબોધ કુમારના મોટા દીકરા શ્રેય પ્રતાપ સિંહે માત્ર એટલુ કહ્યુ હતુ કે- અમને સરકાર પર વિશ્વાસ છે.

સુબોધ કુમારના પરિવારજનોની મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સુબોધના પરિવારજનો માટે 50 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. આ ઘટનાની દરેક સ્તર પર તપાસ કરવામાં આવશે અને કોઈપણ દોષીને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવશે. સુબોધ કુમારના બંને દીકરાઓનો ભણવાનો સમગ્ર ખર્ચો સરકાર ઉઠાવશે. મકાન અને બાળકોના ભણતર માટે લેવામાં આવેલી 30 લાખ રૂપિયાની લોન પણ સરકાર ચુકવશે. પરિવારને અસાધારણ પેન્શન, એક સભ્યને નોકરી અને પત્નીને પેન્શન આપવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp