EVM ખરાબ થવાને લીધે આ રાજ્યના CM વોટ ન કરી શક્યા, કહી આ વાત
મિઝોરમમાં 40 સીટની વિધાનસભા ચૂંટણી માટે એક કડી સુરક્ષાની વચ્ચે મંગળવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું. અધિકારીઓએ જણાવ્યું કે, મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલું રહેશે. રાજ્યના 8.57 લાખથી વધુ મતદાતા 174 ઉમેદવારોનું ભવિષ્યય નક્કી કરશે. જેમાં 4.39 લાખ મહિલા મતદાતા સામેલ છે. આની વચ્ચે ખબર આવી કે EVM ખરાબ થવાને લીધે મુખ્યમંત્રી અને MNFના નેતા જોરમાથાંગા પોતાનો મત આપી શક્યા નહીં. મિઝોરમના CM સવારે મતદાન કરવા પહોંચ્યા હતા પણ પોલિંગ બૂથથી વોટ નાખ્યા વિના પાછા ફર્યા. જોકે ત્યાર પછી ફરી વાર જઇને તેમણે વોટ આપ્યો.
મશીન ખરાબ
મુખ્યમંત્રીએ કહ્યું કે, મશીન ખરાબ હતું. આથી ત્યાર પછી હું મારા ચૂંટણીક્ષેત્રની મુલાકાત માટે ગયો અને ત્યાર બાદ મત નાખ્યો. તેઓ આઈઝોલ વિધાનસભા ક્ષેત્રના અંતર્ગત 19-આઈઝોલ વેંગલાઈ-1 વાઈએમએ હોલ મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ નાખવા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર છે. અમને આશા છે કે અમે આનાથી વધારે કદાચ 25 કે તેનાથી વધારે સીટો હાંસલ કરી શકીશું. મને લાગે છે કે અમે સરળતાથી બહુમત હાંસલ કરી લેશું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોના આધારે ફરી એકવાર બહુમત આપશે.
#WATCH मिजोरम के मुख्यमंत्री ज़ोरमथांगा वोट नहीं डाल सके।
— ANI_HindiNews (@AHindinews) November 7, 2023
उन्होंने कहा, "मशीन काम नहीं कर रही थी तो मैंने कहा कि मैं अपने निर्वाचन क्षेत्र का दौरा करूंगा और उसके बाद मतदान करूंगा।" https://t.co/Waw2NG4UlV pic.twitter.com/5xvfZ81Vzg
મુખ્યમંત્રી જોરામથાંગાએ ત્યાર પછી બીજી વાર મતદાન કેન્દ્ર પહોંચીને મત આપ્યો. વોટ આપ્યા પછી તેમણે કહ્યું કે, મેં મારો મત આપી દીધો છે અને અડધા વિધાનસભા ક્ષેત્રમાં પણ ફરી ચૂક્યો છું. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહીશું અને હું મારા વિધાનસભા ક્ષેત્રમાં એક જબરદસ્ત જીત હાંસલ કરીશ.
#WATCH | Mizoram Elections | CM Zoramthanga says, "I certainly believe that we shall be able to form the government on our own without any coalition. Situation will not arise in which we will need other parties. MNF will be able to form the government." pic.twitter.com/MC7MWtHXKG
— ANI (@ANI) November 7, 2023
#WATCH | Mizoram Elections | CM and MNF president Zoramthanga casts his vote at a polling station under Aizawl North-II assembly constituency.
— ANI (@ANI) November 7, 2023
He could not vote earlier in the morning due to a technical glitch in the machine. pic.twitter.com/YDPri8o6wM
જણાવીએ કે, સત્તારૂઢ MNF, મુખ્ય વિપક્ષી પાર્ટી ZPM અને કોંગ્રેસે બધી સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. BJP 23 સીટો પર ચૂંટણી લડી રહી છે અને AAPએ 4 સીટો પર ઉમેદવારોને ઉતાર્યા છે. આ ઉપરાંત 27 નિર્દલીય ઉમેદવાર છે. મિઝોરમમાં 1276 મતદાન કેન્દ્રોમાંથી 149 દૂરના મતદાન કેન્દ્ર છે.
જ્યારે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સીમાની આસપાસ લગભગ 30 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પહેલા મ્યાંનમારથી જોડાયેલ 150 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડર અને બાંગ્લાદેશથી લાગેલ 318 કિમી લાંબી સીમાને સીલ કરી દેવામાં આવી છે. મત ગણતરી 3 ડિસેમ્બરના રોજ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp