કોંગ્રેસે કેમ ક્રાઉડ ફન્ડિંગ શરૂ કરી, 138 રૂપિયા કેમ માગી રહી છે, જાણો

PC: twitter.com

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જેમાં કોંગ્રેસ પાર્ટીએ ક્રાઉડ ફન્ડિંગ ચાલુ કર્યું છે. શનિવારના રોજ પાર્ટીએ ડોનેટ ફોર દેશ નામથી એક અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને ખજાનચી અજય માકન આ અભિયાનની શરૂઆત કરશે. પાર્ટીએ 28 ડિસેમ્બરના રોજ આ અભિયાનની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે પોતાના 138મા સ્થાપનાના દિવસે આ અભિયાનના માધ્યમથી 138 રૂપિયા, 1380 રૂપિયા, 13800 રૂપિયા અથવા આનાથી 10 ગણું ડોનેશન આપવાની અપીલ કરી છે.

વેણુગોપાલે કહ્યું હતું કે, એવા તમામ લોકો ડોનેશન આપે, જે શ્રેષ્ઠ ભારત માટે પાર્ટીની સાથે છે. તેમણે કહ્યું કે, આ અભિયાન પાર્ટીના સ્થાપના દિવસે 28 ડિસેમ્બર સુધી ઓનલાઇન રહેશે. પછી જમીન લેવલે શરૂ થશે. આ અંતર્ગત પાર્ટીથી જોડાયેલા કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને અને દરેક બૂથમાં ઓછામાં ઓછા 10 ઘરોમાંથી 138 રૂપિયાનું અંશદાન સુનિશ્ચિત કરશે. પાર્ટીએ કહ્યું કે, ડોનેશન આપનારાને એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ હંમેશાં માટે એક નિશાની સ્વરૂપે લોકો પાસે રહેશે.

કોંગ્રેસ 28 ડિસેમ્બરના રોજ એક રેલીની તૈયારી શરૂ કરી દીધી છે. નાગપુરમાં આ રેલી થશે, જેમાં 10 લાખ લોકોને ભેગા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણીના પ્રચારની આ શરૂઆત મનાઈ રહી છે. પાર્ટી આવતા વર્ષની શરૂઆતથી જ ભારત જોડો યાત્રાના બીજા સંસ્કરણને લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આનું સ્વરૂપ બદલાઈ શકે છે, જેથી ઓછા સમયમાં વધુમાં વધુ જગ્યા કવર કરી શકાય.

કોંગ્રેસ સામાન્ય ચૂંટણીમાં કોઈ કસર છોડવા માગતી નથી. પાર્ટીને ખબર છે કે, આ વખતે સમય ઓછો છે. બે મહિનાની અંદર દેશમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તેની ચર્ચામાં કોંગ્રેસ પાર્ટીના તમામ કેમ્પેઇન લોકો ભૂલી જશે. એટલે બાકી બચેલા સમયમાં પાર્ટી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે, જે સૌથી મોટો પડકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp