અમારા અકાઉન્ટ ફ્રીજ થયા, આવકવેરા વિભાગ માગે છે 210 કરોડની રિકવરીઃ કોંગ્રેસ

PC: thequint.com

કોંગ્રેસ પાર્ટીએ આવકવેરા વિભાગ પર પાર્ટીના બેંક ખાતા ફ્રીજ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે, 'અમને કાલે જાણકારી મળી છે કે બેંક અમારા દ્વારા જાહેર કરવામાં આવી રહેલા ચેકને કેશ કરવા કે ખાતામાં જમા કરવાનો ઇનકાર કરી રહી છે. ત્યારબાદ જ્યારે અમે તપાસ કરી તો ખબર પડી કે યૂથ કોંગ્રેસના બેંક ખાતા પણ ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના બેંક અકાઉન્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. અજય માકને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આવકવેરા વિભાગે યૂથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી 210 કરોડ રૂપિયાની રિકવરી માગી છે.'

તેમણે કહ્યું કે, અમારા ખાતાઓમાં ક્રાઉડફંડિંગના પૈસા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણીથી બરાબર 2 અઠવાડિયા અગાઉ વિપક્ષના બેંક ખાતા ફ્રીજ કરવું લોકતંત્રને ફ્રીજ કરવા બરાબર છે. કોંગ્રેસ પાર્ટી પાસે આ સમયે ખર્ચ કરવા, બિલની ચૂકવણી કરવા કે પોતાના કર્મચારીઓના પગાર કરવા માટે પૈસાની કમી છે. હાલમાં અમારી પાસે ખર્ચ કરવા, વીજ બિલ ભરવા, પોતાના કર્મચારીઓના પગાર માટે પૈસા નથી. બધુ પ્રભાવિત થશે. તેનાથી માત્ર ન્યાય યાત્રા જ નહીં, પરંતુ બધી રાજનીતિક ગતિવિધિઓ પ્રભાવિત થશે.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, 2018ના ઇનકમ રિટર્નના આધાર પર કરોડો રૂપિયાની માગ કરવામાં આવી રહી છે. એ ખૂબ શરમજનક છે. લોકતંત્રની હત્યા થઈ રહી છે. લોકસભાની ચૂંટણી અગાઉ અમારા ખાતા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી અગાઉ દેશની સૌથી મોટી પાર્ટીના ખાતા ફ્રિજ કરવાનું પગલું લોકતંત્ર પર મોટો હુમલો છે. ખરગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'સત્તાના નશામાં મોદી સરકારે લોકસભાની ચૂંટણી અગાઉ દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના ખાતા ફ્રિજ કરી દીધા છે.

તેમણે કહ્યું કે, એ ભારતના લોકતંત્ર પર મોટો પ્રહાર છે. ભાજપ દ્વારા એકત્ર કરવામાં આવેલું અસંવૈધાનિક ધનનો ઉપયોગ ચૂંટણીમાં કરશે, પરંતુ અમારા દ્વારા ક્રાઉડફંડિંગના માધ્યમથી એકત્ર કરવામાં આવેલું ધન સીલ કરી દેવામાં આવશે. એટલે મેં કહ્યું કે, ભવિષ્યમાં કોઈ ચૂંટણી નહીં થાય. અમે ન્યાયપાલિકાને આ દેશમાં બહુદળીય પ્રણાલીને બચાવવા અને ભારતના લોકતંત્રની રક્ષા કરવાની અપીલ કરીએ છીએ. અમે રસ્તા પર ઉતરીશું અને નિરંકુશતા વિરુદ્ધ મજબૂતીથી લડીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp