શું બંધારણમાંથી સોશ્યલિસ્ટ, સેક્યુલર શબ્દ હટી ગયા, કોંગ્રેસના નેતા અધીરરંજને...

PC: livemint.com

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમને જે સંવિધાનની કોપી આપવામાં આવી છે, તેને લઈને અમે સદનમાં ગયા, તેમાં સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દ નથી. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે આ બંને શબ્દ વર્ષ 1976માં સંશોધન બાદ સામેલ છે, પરંતુ આજની તારીખમાં આ બે શબ્દ સંવિધાનમાં નહીં રહે તો ખૂબ ચિંતાની વાત છે. આ મેં આજે રાહુલ ગાંધીને પણ દેખાડ્યું. તેમણે કહ્યું કે, હું આ મુદ્દો ન ઉઠાવી શક્યો કેમ કે અવસર ન મળ્યો.

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તેમની મંશા શંકાસ્પદ છે. તે ખૂબ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. એ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને આ મુદ્દાને ઉઠાવવાનો અવસર ન મળ્યો. જો આ લોકો સામે મુદ્દો ઉઠાવવામાં આવશે તો એ લોકો કહેશે કે અમે અગાઉની કોપી આપી છે. સંવિધાનના પ્રિયંબલમાં સેક્યુલર અને સોશિયાલિસ્ટ શબ્દ નથી. તેમને હટાવી દેવામાં આવ્યા છે. આ બંને શબ્દ વર્ષ 1976માં સામેલ થયા હતા, પરંતુ આજની તારીખમાં જો આપણને કોઈ સંવિધાન આપે અને તેમાં સેક્યુલર અને સોશિયાલિસ્ટ શબ્દનો ઉલ્લેખ ન હોય તો ચિંતાની વાત છે.

તેમણે કહ્યું કે, ખૂબ જ ચાલાકી સાથે એ કામ કરવામાં આવ્યું છે. તેમના (મોદી સરકારના) ઈરાદાઓમાં ખોટ છે. અમે ભયભીત થયા છીએ, ચિંતા કરી રહ્યા છીએ કે જે સંવિધાનની કોપી આપવામાં આવી છે, તેમાં શબ્દ કેમ હટાવવામાં આવ્યા. અમે વારંવાર આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને બોલવા પણ દેવામાં ન આવ્યો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ ડોલા સેને પણ આરોપ લગાવ્યો કે સંવિધાનની જે કોપી સાંસદોને આપવામાં આવી છે તેમાં સેક્યુલર અને સોશિયાલિસ્ટ શબ્દ ગાયબ છે.

આ આરોપ એવા સમયે લાગ્યા છે, જ્યારે આજે સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની છે. તેને એક દિવસ અગાઉ જ ‘નારી શક્તિ વંદન’ અધિનિયમના નામથી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ થઈને કાયદો બનવા પર લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત મળી જશે એટલે કે 33 ટકા સીટો પર મહિલાઓનું ચૂંટણી લડવું અનિવાર્ય થઈ જશે. એ હેઠળ જ લોકસભામાં 181 સીટો મહિલાઓ માટે અનામત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp