સિક્કિમ-અરૂણાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા, આ રાજ્યમાં BJPને 0 સીટ

PC: twitter.com

પૂર્વોત્તર રાજ્યો સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી થઇ હતી,તેમાં સિક્કિમમાંSKM મેદાન મારી ગયું છે અને 32 બેઠકોમાંથી 31 બેઠકો મેળવીને સરકાર બનાવશે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં કુલ 60 વિધાનસભા બેઠકોમાંથી 46 પર ભાજપે જીત મેળવી છે. અરૂણચાલમાં ભાજપની સરકાર બનશે.

સિક્કિમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ લોકસભામાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડી હતી. માત્ર એક બેઠક SDFને મળી છે.સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ બંને રાજ્યોમાં કોંગ્રેસને એકેય બેઠક મળી નથી. મતલબ કે કોંગ્રેસના સુપડાં સાઉ થઇ ગયા છે, જ્યારે ભાજપને અરૂણાચલ પ્રદેશમાં બોણી થઇ ગઇ છે.

સિક્કિમાં મુખ્યમંત્રી તરીકે પ્રેમ સિંહ તમાંગ હતા જ્યારે અરૂણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ મુખ્યમંત્રી હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp