કોણ છે 'હનુમાન' જે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ વિરુદ્ધ લડશે ચૂંટણી?

PC: twitter.com

મધ્ય પ્રદેશની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ પોતાની પહેલી લિસ્ટ જાહે કરી દીધી છે. આ લિસ્ટમાં કોંગ્રેસે 144 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં ઘણા મોટા નામ પણ સામેલ છે. કોંગ્રેસે બુધની વિધાનસભા સીટ પરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ધ રામાયણના હનુમાન એટલે કે વિક્રમ માસ્તાલને ઉમેદવાર બનાવ્યા છે. આ લિસ્ટમાં કમલનાથ સહિત મધ્ય પ્રદેશ કોંગ્રેસના લગભગ બધા મોટા નેતાઓના નામ સામેલ છે.

કોંગ્રેસે સવારે સવારે પોતાના 144 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કોંગ્રેસે બુધની વિધાનસભા સીટથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ધ રામાયણના હનુમાનને ઉતાર્યા છે. આ સીટ પરથી કોંગ્રેસે વિક્રમ માસ્તાલને ઉમેદવાર બનાવ્યા છે. વિક્રમ માસ્તાલે વર્ષ 2008માં આવેલી રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવી હતી. વિક્રમ માસ્તાલ એક એક્ટર છે જે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. હવે કોંગ્રેસે મધ્ય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા સામે ‘હનુમાન’ એટલે કે વિક્રમ માસ્તાલને ઉતારી દીધા છે.

કોંગ્રેસની 144 ઉમેદવારોની લિસ્ટમાં બુધની વિધાનસભા સીટથી મુખ્યમંત્રી વિરુદ્ધ એક્ટર વિક્રમ માસ્તાલ સિવાય છિંદવાડામાં કમલનાથને ટિકિટ આપી છે. એ જ પ્રકારે ઈન્દોર-1થી કૈલાશ વિજયવર્ગીય વિરુદ્ધ કોંગ્રેસે સંજય શુક્લાને ઉમેદવાર બનાવ્યા છે. રાઉથી જીતુ પટવારી અને મધ્ય પ્રદેશ ભોપાલથી આરિફ મસૂદને ટિકિટ આપવામાં આવી છે. તેની સાથે જ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહને રાઘોગઢ વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા સોમવારે ચૂંટણી પંચે મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી હતી. આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 17 નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં મતદાન કરાવવામાં આવશે. આ અગાઉ મધ્ય પ્રદેશ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની 4 લિસ્ટ જાહેર કરી દીધી છે. ભાજપની આ લિસ્ટમાં 136 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. લિસ્ટમાં ભાજપે ઘણા દિગ્ગજોને પણ મેદાનમાં ઉતાર્યા છે. તેમાં 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 7 સાંસદ ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp