કોંગ્રેસના મેરામણ ગોરીયા કેવીએટ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

PC: facebook.com

દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ્દ થવા મામલે મેરામણ ગોરીયા આજે કેવીએટ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. પબુભા માણેકને સુપ્રીમકોર્ટ તરફથી સ્ટે ન મળે તે માટે મેરામણ ગોરીયા દ્વારા આ કેવીએટ દાખલ કરવામાં આવશે. પબુભા માણેકે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે માગતી અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ કરી છે અને આ અરજીની સુનાવણી સુપ્રીમકોર્ટ 22 એપ્રિલે હાથ ધરશે.

મળતી માહિતી અનુસાર, શનિવારે પબુભા માણેક દ્વારા સુપ્રીમકોર્ટમાં એક પીટીશન દાખલ કરવામાં આવી છે. તે પીટીશનનો આજે સુપ્રીમકોર્ટે સ્વીકાર કર્યો છે અને સુપ્રીમકોર્ટે કહ્યું છે કે, 22મી એપ્રિલના રોજ આ અરજી પર સુનાવણી કરવામાં આવશે. બીજી બાજુ મેરામણ ગોરિયાએ સુપ્રીમકોર્ટમાં કેવીએટ દાખલ કરાવી છે. હવે 23 એપ્રિલ પબુભા માણેક અને મેરામણ ગોરીયા માટે મહત્ત્વનો દિવસ રહેશે. કારણ કે, એક જ દિવસે સુપ્રીમકોર્ટ બંને પક્ષને સાંભળશે.

પહેલા પબુભા માણેકની અરજી અને ત્યારબાદ સામેના પક્ષ એટલે કે, મેરામણ ગોરીયાને સાંભળશે. આમ 23 એપ્રિલના રોજ સુપ્રીમકોર્ટ તમામ પક્ષને સાંભળશે અને પછી નિર્ણય લેશે કે, ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો માન્ય રાખીને પબુભા માણેકને સ્ટે આપવો કે નહીં.

ઉલ્લેખનીય છે કે. મેરામણ ગોરીયાએ દિલ્હીમાં કપિલ સિબ્બલથી લઈને સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલો અને કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ પબુભાએ સુપ્રીમકોર્ટના તમામ વકીલો અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી તેમની સલાહ લીધી હતી. જોકે, કોંગ્રેસે સુપ્રીમકોર્ટના જુના ચુકાદા પ્રમાણે જ ગુજરાત હાઈકોર્ટમાંથી ચૂંટણી રદ્દ કરાવી ત્યારે હવે કોંગ્રેસ દ્વારા કેવીએટ દાખલ કરવામાં આવી છે કે, સુપ્રીમકોર્ટના જુના ચુકાદા પ્રમાણે જ હાઈકોર્ટે નિર્ણય લીધો છે, એ માટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવવો ન જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp