કોંગ્રેસ નેતાએ IB અધિકારીની ખુરશી ખેંચી લીધી, હર્ષ સંઘવીએ કહ્યું કે....
કચ્છ જિલ્લામાં શનિવારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત કોંગ્રેસના એક નેતાએ એવું કઇંક કર્યું જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં IBની એક દલિત મહિલા હાજર હતી તે વખતે કોંગ્રેસ નેતાએ ખુરશી ખેંચી લેતા મહિલા અધિકારીને ઇજ પહોંચી હતી. દલિત મહિલાનું અપમાન કરવા બદલ અને ઇજા પહોંચાડવા માટે કોંગ્રેસના નેતા સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના પર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ હલ્લો બોલાવ્યો છે.
નાયબ પોલીસ અધિક્ષક એઆર જાનકાટે જણાવ્યું કે. સહાયક ગુપ્તચર અધિકારી (IB) એક પ્રેસ કોન્ફરન્સમાં ફરજ પર હતી. જ્યારે તે ઊભી થઈ ત્યારે કોંગ્રેસના નેતા એચએસ આહિરે તેની ખુરશી ખેંચી, જેના કારણે તે બેસતી વખતે પડી ગઈ અને ઘાયલ થઈ ગઈ.
कोंग्रेस की मानसिकता हमेशा से महिला एवं दलित विरोधी रही है।
— Harsh Sanghavi (@sanghaviharsh) August 3, 2024
आज गुजरात कोंग्रेस के विधायक जिग्नेश मेवानी की प्रेस कॉन्फ्रेंस के दौरान उनके अजीज मित्र कच्छ कोंग्रेस के नेता H.S.Aahir के द्वारा देखे किस प्रकार से जानबूझ के कुर्शी खींचकर एक दलित महिला ऑफिसर को घायल किया गया।
यह… pic.twitter.com/3v2mMVdqaE
એચએસ આહિર કોંગ્રેસના ખેડૂત સેલના સંયોજક છે અને ભુજના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા, જ્યાં આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે IB અધિકારી રીના ચૌહાણ ત્યાં ફરજ પર હતા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે કોંગ્રેસની માનસિકતા હમેંશા દલિત વિરોધી અને મહિલા વિરોધી રહી છે. મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના ઇશારે, મહિલા અધિકારીએ આહિરને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ફસાવ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રીએ આ ઘટનાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે ચૌહાણ ફોટો લેવા ઉભા હતા, ત્યારે આહિરે જાણી જોઈને તેની ખુરશી ખેંચી હતી, જેના કારણે તે બેસતી વખતે જમીન પર પડી ગઈ હતી. મંત્રીએ કહ્યું કે તે પડી જવાને કારણે ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ઘટના બાદ મહિલા અધિકારીઓ આઘાતમાં છે.
નાયબ પોલીસ અધિક્ષકે પત્રકારોને જણાવ્યું હતું કે, આહિર સારી રીતે જાણતા હતા કે મહિલા IB અધિકારી છે અને તે સત્તાવાર ફરજ પરના કાર્યક્રમમાં હાજર હતી અને તે જાણતા હતો કે તે મહિલા અધિકારી દલિત છે, જેના કારણે તેણે કટાક્ષ કર્યો હતો. કે તેણી ખુરશી પર બેસવા માટે યોગ્ય નથી. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, તે જમીન પર પડી હતી, ત્યારબાદ આહિરે તેણીને કહ્યું કે તે ખુરશી પર બેસવા માટે યોગ્ય નથી.
ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આહિરે આ કૃત્ય જાણી જોઈને કર્યું હતું તેઓ જાણતા હતા કે, મહિલા અધિકારી અનુસુચિત જાતિના છે તેમ છતા મહિલા અધિકારીનું અપમાન અને મજાક ઉડાવવાનો ઇરાદો હતો. કલમ 121. 221 અને 133 હેઠળ કોંગ્રેસ નેતા સામે કેસ કરવામાં આવ્યો છે
સંઘવીએ આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે,જુઓ કેવી રીતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નજીકના મિત્ર અને કચ્છના કોંગ્રેસ નેતા તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એચ એસ. આહિરે જાણી જોઇને દલિત મહિલા અધિકારીની ખુરશી ખેંચીને ઇજા પહોચાંડી. આ એકદમ નિંદનીય છે. જેના જવાબમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ભાજપ સરકારે ગૃહમંત્રીને ખુલ્લા પાડવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના કાર્યકરને નિશાન બનાવવા માટે મહિલા IB અધિકારીનો ઉપયોગ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp