સચિન પાયલોટ ડાયવોર્સી છે, થયો મોટો ખુલાસો. જાણો કોણ હતી પત્ની સારા

PC: indiatvnews.com

રાજસ્થાનના રાજકારણમાં ભડકો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતાના 19 વર્ષના લગ્ન જીવનનો અંત આણીને પત્નીને છુટાછેડા આપ્યા હોવાની ચોંકાવનાર વાત સામે આવી છે. છુટાછેડાની વાત ત્યારે સામે આવી જ્યારે સચિન પાયલોટે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ટોંક વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદાવારી નોંધાવી છે અને ચૂંટણી એફિડેવીટમાં પત્નીના નામ સામે છુટાછેડા એવું લખ્યું છે.

આ વાત સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. બંનેના છુટાછેડાની વાત આટલા સમયથી ગુપ્ત રહી હતી. જો કે, લોકોના મનમાં સવાલ છે કે એક સમયે પરિવારોની સંમતિ ન હોવા છતા સારા અબ્દુલ્લા સાથે લગ્ન કરનાર સચિને એકાએકા છુટાછેડા કેમ આપી દીધા?

કોંગ્રેસના દિગ્ગજ નેતા અ રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના છુટાછેડા વિશે પહેલીવાર વાત જાહેર થઇ છે, જો કે, તેમણે ક્યારે છુટાછેડા આપ્યા તે વિશે કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. પણ ચૂંટણી એફિડેવીટ પરથી એટલી ખબર પડે છે કે બંને સંતાનો સચિન પાયલોટની પાસે છે. એફિડેવીટમાં સચિન પાયલોટે બાળકોના નામ આરન અને વિહાન એમ લખ્યા છે.

સચિન પાયલોટે જ્યારે વર્ષ 2018માં વિધાનસભાની ચૂંટણી વખતે એફિડેવીટ કરી હતી ત્યારે પત્નીના નામની સામે સારા પાયલોટ એવું લખ્યું હતું, પરંતુ આ વખતે જે એફિડેવીટ કરી છે તેમાં પત્ની નામ સામે ‘ડાયવોર્સ્ડ’ લખ્યું છે.

સચિન પાયલોટ અને સારા અલગ થઇ રહ્યા છે એવી ચર્ચા વર્ષ 2014માં પણ ઉઠી હતી તે વખતે લોકસભાની ચૂંટણી હતી.

સચિન પાયલોટ અને સારાએ વર્ષ 2004માં લગ્ન થયા હતા. સારા જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. પછી વર્ષ 2013માં તેમની વચ્ચે કોઇ બબાલ ઊભી થઇ હોવાના સમાચારો આવ્યા હતા. પરંતુ બન્નેમાંથી કોઇએ પણ આ અંગે ફોડ પાડ્યો ન હતો. હવે ઘણા વર્ષો પછી આ ખુલાસો થઇ રહ્યો છે. 

સચિન અને સારાની લવ સ્ટોરી પણ જાણીતી છે. સચિન અમેરિકાની પેંસિલવેનિયા યુનિવર્સિટીની વ્હોટન સ્કુલમાં અભ્યાસ કરતા હતા એ દરમિયાન સારાની મુલાકાત થઇ હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. સારા મુસલમાન છે અને સચિન હિંદુ છે એટલે તે વખતે ફારુક અબ્દુલ્લા પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો. પરંતુ થોડા મહિના પછી સચિને રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને માત્ર 26 વર્ષની ઉંમરે પહેલી વખત લોકસભાની ચૂંટણી દૌસાથી જીત્યા હતા. તે વખતે તેઓ સૌથી યુવાન સાંસદ બન્યા હતા. એ પછી ફારૂક અબ્દુલ્લા પરિવારે નારાજગી ભૂલીને સચિનને જમાઇ તરીકે સ્વીકારી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp