રૂપાલાની સામે પરેશ ધાનાણીને રાજકોટમાંથી ઉતારવાની કોંગ્રેસની તૈયારી

ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપ્યું એ પછી ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાયા છે. આનો લાભ લેવા માટે કોંગ્રેસે પણ તૈયારી કરી દીધી છે. ગુજરાતની બધી 26 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી બધી બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

ક્ષત્રિય સમાજના વિવાદ પછી સમીકરણો બદલાતા દેખાતા કોંગ્રેસના નેતાઓ મંગળવારે રાજકોટમાં ઉતરી આવ્યા હતા અને પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા માટે સમજાવવામાં આવ્યા હતા. આખરે પરેશ ધાનાણી હવે ચૂંટણી લડવા માટે માની ગયા છે.

કોંગ્રેસ ટુંક સમયમાં પરેશ ધાનાણીનું નામ રાજકોટ બેઠક પરથી જાહેર કરી શકે છે. પરેશ ધાનાણી લેઉઆ પટેલ છે અને રૂપાલા કડવા પટેલ સમાજમાંથી આવે છે. રાજકોટ 4 લાખ લેઉઆ મતદારો અને 1 લાખ કડવા મતદારો છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણી રૂપાલા પરેશ ધાનાણી સામે 16,000 મતથી હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp