રાહુલ ગાંધીએ હવે ટ્રેનના જનરલ ડબ્બામાં કરી યાત્રા, લોકોને પૂછી તકલીફો

PC: twitter.com/AHindinews

ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જનતા વચ્ચે સુપર એક્ટિવ છે. તેઓ ક્યારેક ખેડૂતોને મળી રહ્યા છે તો ક્યારેક બાઇકના કારીગરોને. તેની સાથે જ તેઓ સ્કૂટી અને ટ્રકથી યાત્રા પણ કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધી સામાન્ય લોકો સાથે વાતચીત પણ કરી રહ્યા છે. અહી તેઓ તેમને સમસ્યા અને તેમના સમાધાનની રીતો બાબતે વાતચીત કરે છે. આ દરમિયાન હવે રાહુલ ગાંધીએ ટ્રેનની મુસાફરી કરી છે. છત્તીસગઢમાં ચૂંટણી બ્યૂગલ વાગી ચૂક્યું છે.

ભાજપ અને કોંગ્રેસ શાનદાર પ્રચાર અને જનસભાઓ કરવામાં લાગી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢ પહોંચ્યા હતા. અહી એક કાર્યક્રમમાં હિસ્સો લીધા બાદ તેઓ બિલાસપુરથી રાયપુર માટે જવા માટે ટ્રેનમાં ચડી ગયા. અહી તેમણે જનરલ ડબ્બામાં બેસીને પોતાની યાત્રા પૂરી કરી. આ દરમિયાન તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પ્રદેશ પ્રભારી કુમારી સેલજા પણ સાથે નજરે પડ્યા. આ અગાઉ બિલાસપુરમાં આવાસ સંમેલનના મંચ પરથી જનતા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે હું અહી આવ્યો અને આ બટન દબાવ્યું.

આ બટનને દબાવતા જ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના ખાતામાં 1200 કરોડ રૂપિયા પહોંચી ગયા. અમારી છત્તીસગઢની સરકાર આજે ગરીબોના આવાસ બનાવવા માટે પૈસા આપી રહી છે. આજે 1200 કરોડ રૂપિયા તમારા ખાતામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ આ પ્રકારે તમારા ખાતામાં પૈસા આવશે. ચૂંટણી સમયે અમે તમને ખેડૂતોની લોન માફ, વીજ બિલ માફ અને 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ધાન ખરીદવાનો વાયદો કર્યો હતો. અમે પોતાના આ વાયદા પૂર્ણ કર્યો.

તેની સાથે જ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, સરકારને ધારાસભ્ય અને સાંસદ ચલાવતા નથી, પરંતુ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી ચલાવે છે. હિન્દુસ્તાનની સરકારમાં જે 90 સેક્રેટરી છે, એ જ બધી યોજના બનાવે છે અને એ નક્કી કરે છે કે કેટલા પૈસા ક્યાં જશે. તમને બતાવવા માગું છું કે આ 90 લોકોમાંથી માત્ર 3 લોકો OBC સમાજના છે. આ 3 સેક્રેટરી દેશનું માત્ર 5 ટકા બજેટ ચલાવે છે. શું હિન્દુસ્તાનમાં માત્ર 5 ટકા OBC છે. આ સવાલનો જવાબ માત્ર જાતિગત વસ્તી ગણતરીથી મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp