અમરેલીમાં ભાજપનું કોઈ ન ચૂંટાયું એટલે ખેડૂતો સાથે વેરની વસૂલાત

PC: wikimedia.org

ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાના ખેડૂતોની સૌથી ખરાબ હાલત છે. અમરેલીમાં જિલ્લામાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની છે. તેથી મનમાં ડંખ રાખીને ખેડૂતોની ખરાબ હાલત હોવા છતા ભાજપની સરકાર મદદ કરતી નથી. પ્રધાન બને છે ત્યારે શપથ લે છે કે, કોઈની સાથે પક્ષપાત કે ભેદભાવ નહીં રાખું. તમામને સમાન ગણીશ. પ્રધાને લીધેલા ગુપ્તતા અને સમાનતાનો અહીં ભંગ થાય છે. 

(1) અમરેલી જિલ્લાની ખેતી વરસાદ આધારિત છે.

(2) અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ચાલુ વર્ષે અપુરતો વરસાદ થવાથી દુષ્કાળની પરિસ્થિતિ હોવા છતા સરકારે અમરેલી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા નથી.

(3) સરકારે અમરેલી જિલ્લાના 92 જેટલા ડેમોને બે વર્ષ પહેલા સૌની યોજનાથી ભરવાની જાહેરાત કરવા છતા એક પણ ડેમ ભરેલો નથી.

(4) અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ હોવા છતા ખરીફ-19 નો પાક વીમો મંજૂર કરેલો નથી.

(5) અમરેલી જિલ્લાના પશુપાલન માટે ઢોર દીઠ કોઇ કેશ સબસિડી જાહેર કરવામાં આવી નથી.

(6) અમરેલી જિલ્લામાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ હોવા છતા સરકાર દ્વારા રોજગારી માટે કોઇ આગોતરુ આયોજન કરવામાં આવ્યું નથી.

(7) સરકાર દ્વારા આગામી મહિનામાં પીવાના પાણીની મુશ્કેલી ના પડે તેને આગોતરું આયોજન કરાયું નથી.

(8) અમરેલી જિલ્લાના નાના વેપારીઓ અને ધંધા ઉદ્યોગ માટે કોઇ ટેક્સની રાહત આપવાની જાહેરાત કરી નથી.

(9) અમરેલીના ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત હોવાથી વીજ બીલમાં રાહતની જાહેરાત  રાજ્ય સરકારે કરી નથી.

આમ અમરેલી જિલ્લાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ. તેમ અમરેલી કોંગ્રેસના નેતા ઝવેરભાઇ રંઘોળીયાએ જણાવ્યું હતું. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp