ગંગાજળ પર 18 ટકા GSTનો કોંગ્રેસ પ્રમુખ ખડગેનો આરોપ, મોદી સરકારે આપ્યો આ જવાબ

PC: indianexpress.com

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાજૂર્ન ખડગેએ આજે કેન્દ્ર સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે પવિત્ર ગંગાજળ પર 18 ટકા ટેક્સ નાંખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ખડગેના આરોપનો જવાબ આપ્યો છે. સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે.

Central Board of Indirect Taxes and Customs (CBIC) એ ગંગા નદીના પાણી પર 18 ટકા GST લગાવવાના કોંગ્રેસના આરોપનો જવાબ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે દેશભરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતા ગંગા જળ અને પૂજા સામગ્રીને GSTના દાયરાની બહાર રાખવામાં આવી છે. GST કાઉન્સિલની 14મી અને 15મી બેઠકમાં 18 અને 19 મે 2017 અને 3 જૂન 2017ના દિવસે પૂજા સામગ્રી પરના GST અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પછી તેને સ્લેબની બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેથી પૂજામાં સામેલ તમામ વસ્તુઓને GSTની બહાર રાખવામાં આવી છે.

કોંગ્રેસે ગુરુવારે મોદી સરકાર પર ગંગા જળ પર 18 ટકા GST લાદવાનો આરોપ લગાવીને ટીકા કરી હતી અને તેને લૂંટ અને દંભની પરાકાષ્ઠા ગણાવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર PM મોદીને ઉદ્દેશીને લખ્યું હતું કે,એક સામાન્ય ભારતીય માટે, જન્મથી જીવનના અંત સુધી મોક્ષ આપનાર માતા ગંગાનું મહત્વ ખૂબ જ વધારે છે. તમે આજે ઉત્તરાખંડમાં છો તે સારી વાત છે,પરંતુ તમારી સરકારે તો પવિત્ર ગંગાજળ પર 18 ટકા GST નાંખી દીધો છે. ખડગેએ આગળ લખ્યુ કે એકવાર પણ ન વિચાર્યુ કે જે લોકો તેમના ઘરે ગંગાજળ મંગાવે છે, તેમની પર કેટલો બોઝ વધશે? તમારી સરકાર લૂંટ અને પાંખડની પરાકાષ્ઠા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કટાક્ષ કરતા લખ્યુ કે, મા ગંગાએ તમને 18 ટકા GST નાંખવા માટે નહોતા બોલાવ્યા.

ભાજપના IT સેલના હેડ અમિત માલલીયએ કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા X પર કોંગ્રેસ પ્રમુખને ઉદ્દેશીને લખ્યું કે, , નોટિફિકેશન 2/2017ની એન્ટ્રી નંબર 99 હેઠળ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાણી પર શૂન્ય GST લાગે  છે. GST કાઉન્સિલે 28-29 જૂન, 2022ના રોજ યોજાયેલી તેની 47મી બેઠકમાં આ અંગે વધુ સ્પષ્ટતા કરી હતી કે પૂજા સામગ્રી GSTમાંથી મૂક્ત છે. તાજેતરના કોઇ પણ નોટિફિકેશનમાં પેક પાણીની બોટલો અથવા ગંગાજળ પર GST રેટમાં ફેરફારના કોઇ સંકેત આપવામાં આવ્યા નથી.

BJP IT સેલના હેડ માલવિયએ આગળ કહ્યું કે, તેથી આ તથ્યોને ખોટી રીતે રજૂ કરવી એ માત્ર બેદરકારીની ભૂલ નથી, પણ ગેરમાર્ગે દોરવા માટે જાણી જોઈને કરવામાં આવેલો પ્રચાર પણ છે. 'ચૂનાવી હિંદુ' પાર્ટીએ દાયકાઓથી હિન્દુઓ માટે કોઈ સમર્થન બતાવ્યું નથી. કૉંગ્રેસ માત્ર મૂક પ્રેક્ષક જ રહી ન હતી, પરંતુ DMK જેવા ભારતના સહયોગી પક્ષોએ હિંદુઓ અને સનાતન ધર્મને ગંભીર રોગો સમાન ગણાવ્યા હતા, AAP સહિત કોંગ્રેસના ઘણા સાંસદો અને ધારાસભ્યોએ સનાતન ધર્મને નબળો પાડવાના આહવાનને સમર્થન આપ્યું હતું. આ શરમજનક છે કે કોંગ્રેસ હવે હિંદુઓ માટે ચિંતાનો દેખાળો કરી રહી છે અને ખોટી માહિતી અને અર્ધસત્ય ફેલાવવાનો સહારો લઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp