કોંગ્રેસમાં 11 જમાઇ છે, જેને કારણે પાર્ટીની ઘોર ખોદાઇ ગઇ: જયરાજસિંહ પરમાર

PC: bbc.com

કોંગ્રેસ સાથે 37 વર્ષ સુધી જોડાયેલા અને વર્ષ 2022માં ભાજપમાં સામેલ થઇ ગયેલા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પાર્ટી શું કામ તુટી રહી છે તેના કારણો વિશે મીડિયા સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં 11 જમાઇ છે, જેને કારણે પાર્ટીની ઘોર ખોદાઇ ગઇ છે. તેમણે કહ્યું કે, આ એવા નેતાઓ છે જે એક લોકસભા હારે તો વિધાનસભા લડે અને વિધાનસભા હારે તો લોકસભા લડે.

જયરાજસિંહ પરમાર 37 વર્ષ સુધી કોંગ્રેસમાં હતા અને ફેબ્રુઆરી 2022માં ભાજપમાં સામેલ થઇ ગયા હતા. અત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલે છે અને અંબરીશ ડેર, અર્જૂન મોઢવાડિયા, મોહન કુંડોરિયા જેવા અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે.

જયરાજસિંહે કહ્યું કે, કોંગ્રેસમાં 11 તો જમાઇ છે, હું વ્યક્તિગત નામ તો નહીં આપું, પરતું આ જમાઇઓને કારણે કોંગ્રેસ પાર્ટીને મોટું નુકશાન થયું. જયરાજસિંહે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, કોંગ્રેસમાં આજે હાઇકમાન્ડમાં એવા લેપટોપિયા નેતાઓ છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે, પરતું લીમડા અને પીપળાના ઝાડ વિશે ખબર નથી હોતી. લોકોની નાડ પારખવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઇ છે. કોંગ્રેસમાં અનેક નેતાઓ અત્યારે અંદરખાનેથી દુખી છે.

તેમણે કહ્યુ કે, અમુક નેતાઓ ખુરશી પર ચિપકીને બેઠા છે. ગમે તે ચૂંટણી આવે ચહેરાંઓ એ ને એજ જોવા મળે. એક સમયે કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં હતી અને વર્ષ 2017માં 77 બેઠકો જીતી હતી, પરંતુ વર્ષ 2022ની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો પર આવી ગઇ અને આગામી દિવસોમાં કોંગ્રેસ સિંગલ ડિજીટ પર આવી જાય તો નવાઇ નહીં લાગશે.

જયરાજસિંહે કહ્યું કે,કોંગ્રેસે એક તો લાંબા સમય પછી ગુજરાતમાં નેતાગીરિ બદલી અને પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને બનાવવામાં આવ્યા, પરંતુ તેમના આવ્યા પછી સ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી છે. કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે 24 ઉમેદવારો શોધવા પણ ભારે પડશે.

છેલ્લાં 1 દાયકામાં કોંગ્રેસમાંથી 100થી વધારે નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે.

ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા ભરતી મેળો શરૂ કર્યો છે અને કોંગ્રેસના એક પછી એક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા 2022માં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી, તેમાંથી 2 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા અને હવે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં સામેલ થઇ ગયા. કોંગ્રેસ પાસે હવે માત્ર 14 ધારાસભ્યો બચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp