ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અપનાવશે નો રિપીટ થિયરી

PC: khabarchhe.com

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. નવી પોલિસી ટિકિટ આપવા મામલે લાગુ થઈ શકે છે. ત્રણથી ચાર વખત કોઈ નેતા ત્યાં એ બેઠક પર હારે છે ત્યાં નો રીપિટ થીયરી અમલ કરવામાં આવશે. વારંવાર રિપીટ ઉમેદવારને કોંગ્રેસ આ વખતે બદલશે. ઉમેદવાર જ નહીં તે જ્ઞાતિને પણ બદલશે. વારંવાર હારતા જ્ઞાતિના ઉમેદવારને પણ આ વખતે ટિકિટ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા નહીં આપવામાં આવે.

આમ અલગ પ્રકારની રણનીતિ આ વખતે કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવી છે. ગુજરાતથી જ જાણે તેની શરૂઆત કરવાની હોય એ રીતે કોંગ્રેસ આ વખતે પ્રયાસો રૂપી પ્રયોગ અહીંથી કર્યા છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રયોગ કરવામાં આવશે, ત્યારે દેશભરમાં નવું મોડલ કોંગ્રેસનું લાગુ કરવામાં આવશે.

કોંગ્રેસના મોડલની નીતિ બદલવામાં આવશે તેને લઈને ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે ત્યારે જામી ગયેલા નેતાઓ છે તેમને પણ પરફોર્મ કરવું પડશે સગાઓને ટિકિટ નહીં મળે. પાંચ વર્ષ સુધી કામગીરીના લેખા જોખા ગણવામાં આવશે વિવિધ પ્રકારની પોલીસી કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp