આ એક્ઝિટ પોલ જોઈ કોંગ્રેસ થશે ખુશ, INDIA ગઠબંધનને બહુમતી, BJPની હાલત ખરાબ

PC: khabarchhe.com

આ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 260થી 295 બેઠકો સાથે બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. જ્યાં BJPની આગેવાની હેઠળની NDAએ 215 થી 245 બેઠકો મળવાનો દાવો કર્યો છે, જ્યારે 24 થી 48 બેઠકો અન્ય પક્ષોને જવાનું કહેવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના અંદાજો સામે આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત PM બનશે. અહીંના લગભગ તમામ એક્ઝિટ પોલમાં BJPની જંગી જીતનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, એક એક્ઝિટ પોલ એવો છે, જે કોંગ્રેસ સહિત વિપક્ષી INDIA ગઠબંધનના તમામ પક્ષોને ખુશ કરશે. અહીં એક અખબાર અને એક ચેનલ દ્વારા એક્ઝિટ પોલ કરવામાં આવ્યો છે, જેમાં એવી આગાહી કરવામાં આવી છે કે, INDIA ગઠબંધન સરકાર બનાવશે.

એક મીડિયા ચેનલ પર દર્શાવવામાં આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 260થી 295 બેઠકોની બહુમતી મળવાનો અંદાજ છે. જ્યાં BJPના નેતૃત્વમાં NDAને 215થી 245 સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે 24થી 48 સીટો અન્ય પાર્ટીઓને જવાનો દાવો કરવામાં આવ્યો છે.

જો આપણે રાજ્યવાર અંદાજો પર નજર કરીએ, તો વિપક્ષી INDIA ગઠબંધન મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને બિહાર જેવા રાજ્યોમાં મોટી જીતનો દાવો કરી રહ્યું છે. એક મીડિયા ચેનલના એક્ઝિટ પોલ અનુસાર, બિહારમાં INDIA એલાયન્સ 24થી 26 સીટો જીતી શકે છે, જ્યારે NDAને 14-16 સીટો મળવાની ધારણા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગત વખતે 41 બેઠકો જીતનાર BJPની આગેવાની હેઠળની NDA આ વખતે ઘટીને માત્ર 18 થી 20 બેઠકો રહેવાની ધારણા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર અને કોંગ્રેસના ગઠબંધનને 28થી 30 સીટ મળવાનું કહેવાય છે.

આ એક્ઝિટ પોલ અનુસાર, જે રાજ્ય છેલ્લા બે વખતમાં BJPને સત્તાની ટોચ પર લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તે રાજ્ય UPમાં કમળનું ફૂલ સુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અહીં NDAને માત્ર 46 થી 48 સીટો મળવાની આશા છે, જ્યારે INDIA એલાયન્સે 32 થી 34 સીટો મળવાનો દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળમાં પણ BJPને મામૂલી નુકસાન સાથે 11 થી 13 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે CM મમતા બેનર્જીની TMCએ 26 થી 28 બેઠકો પર જીતનો દાવો કર્યો છે.

આ સિવાય કર્ણાટક અને કેરળમાં પણ કોંગ્રેસના શાનદાર પ્રદર્શનની આગાહી કરવામાં આવી છે. કેરળની કુલ 20 બેઠકોમાંથી, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDFને 16 થી 18 બેઠકો મળવાની ધારણા છે, શાસક ડાબેરી ગઠબંધનને 2 થી 3 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે BJPને 0 થી 1 બેઠક મળવાની ધારણા છે. જો કર્ણાટકની વાત કરીએ તો કોંગ્રેસના ખાતામાં 18 થી 20 સીટો મળવાનો દાવો કર્યો છે જ્યારે BJPને અહીં 8 થી 10 સીટો મળવાનો અંદાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp