મારી વાત નહીં માને તો આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસ વિપક્ષમાં રહેશેઃ આઝાદ
કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસથી મોટી રાજકીય ચલહપહલ જોવા મળી રહી છે. રાજસ્થાનમાં રાજકીય કોકડું ઉકેલાયા બાદ 'લેબર બોંબ'ને લઈને કોંગ્રેસના મોટા કહેવાતા નેતાઓએ પોતાના નિવેદન આપ્યા છે. હવે આ યાદીમાં ગુલામ નબી આઝાદનું નામ પણ જોડાઈ ગયું છે. આ પહેલા કપિલ સિબ્બલ કોંગ્રેસને લઈને વાત કહી ચૂક્યા છે.
ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, કોંગ્રેસ કાર્યસમિતી સહિત સગંઠનના પ્રમુખ પદ માટે ચૂંટણી થવી જોઈએ. જે લોકો આ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે તેઓને પોતાનું પદ જશે એવો ડર છે. ચૂંટણી તો થવી જોઈએ કારણ કે નિયુક્ત કરવામાં આવેલા કોંગ્રેસ અધ્યક્ષ પાસે કદાચ એક ટકા પણ સમર્થન નહીં હોય. આઝાદે કહ્યું હતું કે, જો કોઈ ચૂંટાયેલ એકમ પાર્ટીનું નેતૃત્વ કરે તો જ તેની સ્થિતિ વધુ સારી રહેશે. અન્યથા કોંગ્રેસ આવતા 50 વર્ષ સુધી વિપક્ષમાં બેસી રહેશે. છેલ્લા કેટલાક દાયકાઓથી, પક્ષમાં ચૂંટાયેલા કોઈ એકમ નથી. કદાચ આપણે 10-15 વર્ષ પહેલા જ આવું કરી નાંખ્યું હોત તો સારૂ હતું. અત્યારે આપણે એક પછીએક ચૂંટણી હારી રહ્યા છીએ. જો આપણે આ રાજકારણમાં પરત ફરવું હોય તો ચૂંટણી યોજીને પક્ષને મજબૂતી આપવી પડશે. હવે જો પક્ષ આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં જ બેસવા માગે છે તો પક્ષમાં કોઈ પ્રકારની ચૂંટણી કરવાની જરૂર નથી. મારી કોઈ પોતાની એવી મોટી મહત્ત્વકાંક્ષા નથી. હું એક વખત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યો છું.
કેન્દ્રીય મંત્રી પદે પણ રહી ચૂક્યો છું. પક્ષમાં CWCનો સભ્ય પણ રહ્યો છું અને પક્ષના મહાસચીવ તરીકે પણ કામ કર્યું છે. હું મારા માટે કંઈ ઈચ્છતો નથી. આગામી પાંચથી સાત વર્ષ સુધી હું સક્રિય રાજકારણમાં રહીશ. હું કોંગ્રેસ પક્ષમાં મુખ્ય અધ્યક્ષ બનવા નથી માગતો. એક સાચા કોંગ્રેસી તરીકે પક્ષના સારા હીત માટે ચૂંટણી ઈચ્છું છું. તેમણે એવું પણ ઉમેર્યું કે, જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હોવ ત્યારે ઓછામાં ઓછા 51% તમારી તરફેણમાં હોવા જોઈએ. બાકીના ઉમેદવારોને 10થી 15 ટકા મત મળશે. જે જીતશે અને પક્ષનું અધ્યક્ષ પદ સંભાળશે એનો અર્થ એ થયો કે, એ વ્યક્તિ સાથે ઓછામાં ઓછા 51% લોકો છે. હાલના સમયે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે એમની પાસે એક ટકા લોકોનું પણ સમર્થન નહીં હોય. જો કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી સભ્ય અધ્યક્ષ પદે આવશે તો એમને દૂર નહીં કરી શકાય. હવે આમા સમસ્યા શું છે?
આઝાદે ઉમેર્યું કે, ચૂંટણીથી પક્ષનો આધાર મજબૂત થાય છે. જે લોકો બીજા, ત્રીજા અને ચોથા ક્રમે રહેશે તેઓ એવું વિચારશે કે, પક્ષને વધું મજબૂત કરવા આગામી ચૂંટણી પણ જીતવાની છે. પણ હાલમાં જે અધ્યક્ષ પદે આવે છે એમની પાસે એક ટકા લોકોનું સમર્થન પણ નહીં હોય. આંતરિક ચૂંટણી ન થવાનું પરિણામ એ આવશે કે, દેશ અને રાજ્યની બીજી ચૂંટણીમાં ભોગવવું પડશે. કોંગ્રેસ પક્ષ કેટલાક લોકોની ભલામણથી ગમે તેને રાજ્યમાં પક્ષના અધ્યક્ષ બનાવી દે છે. આઝાદનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે CWCની બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે, સોનિયા ગાંધી અધ્યક્ષ પદે યથાવત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp