કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં 9 રાજ્યોમાં ગઠબંધન કરશે

PC: telegraphindia.com

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે સીટ શેરીંગ ફોર્મ્યુલા તૈયાર કરી દીધી છે અને 3 જાન્યુઆરી 2024ના દિવસે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાજૂર્ન ખડગેને રિપોર્ટ સોંપી દેવામાં આવશે.

જાણવા મળેલી માહિતી મુજબ કોંગ્રેસ જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ગઠબંધન સાથે ચૂંટણી લડશે.

કોંગ્રેસે પહેલાથી જાહેરાત કરેલી છે કે જે રાજ્યોની અંદર જે પાર્ટી મજબુત હશે તેની સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે અને જે રાજ્યમાં કોંગ્રેસ મજબુત હશે ત્યાં જ જાતે જ ચૂંટણી લડશે.

બીજી તરફ INDIA ગઠબંધનનો સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે તે એક સવાલ છે. TMCના નેતાએ આરોપ મુક્યો છે કે કોંગ્રેસ અને CPM ભાજપના દલાલ છે. તો કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે,મમતા બેનરજી INDIA ગઠબંધનને ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp