કોંગ્રેસ વાયનાડ પરથી પ્રિયંકાને ટિકિટ આપશે, ભાજપ આ નેતાને ઉતારશે
કોંગ્રેસે આખરે નિર્ણય જાહેર કર્યો છે કે રાહુલ ગાંધી રાયબરેલીની સીટ જાળવી રાખશે અને વાયનાડ લોકસભાની બેઠક છોડી દેશે. સાથે કોંગ્રેસે કહ્યું છે કે, આ બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારવમાં આવશે.
રાહુલ ગાંધી લોકસભા 2024ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બંને બેઠકો પર રાહુલ ગાંધીની જીત થઇ હતી. છેલ્લાં ઘણા દિવસોથી મનોમંથન ચાલી રહ્યું હતું કે, રાયબરેલી ની બેઠક છોડવી કે વાયનાડની. આખરે વાયનાડની બેઠક પરથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાનં નામ જાહેર કરતાની સાથે એવી ચર્ચા શરૂ થઇ છે કે ભાજપ પ્રિયંકાની સામે વાયનાડ બેઠક પરથી સ્મૃતિ ઇરાનીને ઉતારી શકે છે. સ્મૃતિ અમેઠી બેઠક હારી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp