ગજબ છે!સરકારે એ ડેમની પાઇપલાઇન માટે ખર્ચી નાખ્યા 244 કરોડ જે ક્યારેય બન્યો જ નથી

PC: hindustantimes.com

મધ્ય પ્રદેશમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં કોંગ્રેસની સરકારે એક ડેમથી વોટર ડિસ્ટ્રિબ્યૂશન ચેનલ બનાવવા માટે કંપનીઓને 243.95 કરોડ રૂપિયાની એડવાન્સ ચૂકવણી કરી દીધી. હેરાનીની વાત એ છે કે આ ચેનલનું નિર્માણ અત્યાર સુધી થયું નથી. કોંગ્રેસની કમલનાથ સરકાર બાદ રાજ્યમાં આવેલી ભાજપની શિવરાજ સિંહ સરકારે પણ એડવાન્સ રકમને નજરઅંદાજ કરી દીધી. મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લાનો આ મામલો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, હૈદરાબાદની એક કંપની અને મેસર્સ પટેલ એન્જિનિયરિંગના જોઇન્ટ વેન્ચરને વર્ષ 2019માં તત્કાલીન કમલનાથ સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એજ વર્ષે જળ વિતરણ ચેનલના નિર્માણ માટે 243.95 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવી. એ પરિયોજનાને ગોંડ વૃહદ સિંચાઇ પરિયોજના કહેવામાં આવે છે અને તેને 28 માર્ચ 2024 સુધી પૂરી કરવાની હતી, પરંતુ વર્ષ 2019થી આજ સુધી જમીન પર એક પણ પાઇપ નાખવામાં આવ્યો નથી અને ડેમનું નિર્માણ અત્યાર સુધી શરૂ થયું નથી.

સિંગરોલી જિલ્લાના દેવસરથી હાલના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર મેશ્રામે પરિયોજનાની પ્રગતિના સંબંધમાં વિધાનસભામાં એક લેખિત પ્રશ્ન પૂછ્યો, પરંતુ તેમને પણ કોઇ જવાબ ન આપવામાં આવ્યો. ધારાસભ્યએ વિધાનસભામાં જળ સંસાધન મંત્રીને પૂછ્યું કે, શું ગોંડ વૃહદ સિંચાઇ પરિયોજના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે? શું એ સાચું છે કે 2019માં મંજૂરી મળવા છતા જમીન પર કંઇ નથી થયું? શું એ બરાબર છે કે મંજૂરીના 5 વર્ષ બાદ પણ કંઇ નથી થયું? શું દોષી અધિકારીઓને દંડિત કરવામાં આવશે અને શું પરિયોજનાને પૂરી કરવા માટે કોઇ સમય સીમા નક્કી કરવામાં આવશે?

વિધાનસભામાં મેશ્રામના સવાલોનો જવાબ ન મળ્યો, પરંતુ હવે તેમનો દાવો છે કે નવી સરકારે જરૂરી મંજૂરી આપી દીધી છે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય પાસે NOC માગવામાં આવી રહી છે. ધારાસભ્ય મેશ્રામે કહ્યું કે, આ મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને વર્ષ 2019માં તત્કાલીન કમલનાથ સરકારે એક જોઇન્ટ વેન્ચર કંપનીને 200 કરોડ રૂપિયાથી વધુનું એડવાન્સ આપ્યું. કંપનીએ કંઇ ન કર્યું અને સરકારે પડ્યા બાદ કામ શરૂ ન થઇ શક્યું. હવે નવી સરકારે મંજૂરી આપી દીધી છે અને NOC માગવામાં આવી રહી છે.

મધ્ય પ્રદેશના વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે આ પરિયોજના પર ટિપ્પણી કરતા કહ્યું કે, એ રાજ્યના સંસાધનોની ધોળા દિવસે લૂંટ છે, જેમાં કોંગ્રેસ અને ભાજપ બંને સામેલ છે. કોંગ્રેસે ટેન્ડરની બધી શરતોનું ઉલ્લંઘન કરતા એડવાન્સ રકમ આપી દીધી, જેમાં ઉલ્લેખ હતો ડેમનું નિર્માણ એક સુનિશ્ચિત સ્તર પર પહોંચ્યા બાદ જ પાઇપલાઇન કરવામાં આવશે. આ ડેમનું નિર્માણ કામ શરૂ પણ ન થયું અને લગભગ 244 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા. બીજી તરફ કમલનાથ બાદ રાજ્યમાં આવેલી શિવરાજ સરકારે પણ એડવાન્સ રકમને નજરઅંદાજ કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp