શું પપ્પુ યાદવ અને કન્હૈયા કુમાર માટે કોંગ્રેસ સીટ પણ બચાવી ન શકી?

PC: aajtak.in

લોકસભા ચૂંટ    ણી પહેલા કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ સીટ શેરીંગની ફોર્મ્યુલાને સફળ બનાવવામાં પડેલી છે. પરંતુ અત્યાર સુધી થયેલા સમાધાનથી એ વાત સ્પષ્ટ નજરે પડી રહી છે કે પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ પર હાવી રહ્યા છે. બિહારથી માંડીને મહારાષ્ટ્ર અને તમિલનાડુથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી પ્રાદેશિક પાર્ટીઓ અત્યાર સુધી પોતાની વાત મનાવવામાં અને સીટ શેરીંગના સમાધાનમાં કોંગ્રેસ પર દબાણ ઉભું કરવામાં સફળ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ દબાણ હેઠળ એટલા માટે પણ છે કે પાર્ટી આ ખાસ રાજ્યોમાં પોતાની એકલાની તાકાત પર ચૂંટણી લડવા નથી માંગતી.

બિહારની 40 લોકસભા સીટ માટે કોંગ્રેસ અને RJD વચ્ચે સંમતિ બની ગઇ છે. પરંતુ અહીં પણ કોંગ્રેસને એટલી સીટ ન મળી જેટલી કોગ્રેસની ઇચ્છા હતી. સૌથી વધારે ચર્ચા પૂણિયા સીટને લઇને થઇ હતી જ્યાંથી કોગ્રેસ તરફથી પપ્પુ યાદવનું નામ ફાઇનલ માનવામાં આવતું હતું. પરંતુ RJD આ બેઠક પોતાના હિસ્સામાં લઇ ગઇ. પપ્પુ યાદવે તાજેતરમાં જે પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કરી દીધું હતું. પપ્પુ યાદવે પૂર્ણિયા ઉપરાંત સુપૌલની જે સીટ પોતાની નજરમાં રાખી હતી તેની પર પણ RJDએ કબ્જો કરી લીધો છે.

આ ઉપરાંત બેગુસરાય બેઠકની પણ ચર્ચા છે. 2019માં કન્હૈયા કુમાર CPI ઉમેદવાર તરીકે લોકસભા લડ્યા હતા.2021માં કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસને એવી આશા હતી કે કમસેકમ બેગુસરાયની સીટ તો મળી જ જશે, પરંતુ RJDએ પોતાના ગઠબંધનમાં આ બેઠક CPIને આપી દીધી છે.

RJDએ કોંગ્રેસને ઔરંગાબાદ સીટ આપવાનો પણ ઇન્કાર કરી દીધો, જ્યાંથી કોંગ્રેસ પૂર્વ રાજ્યપાલ નિખિલ કુમારને મેદાનમાં ઉતારવા માંગતી હતી.2019માં RJD આ સીટ હિંદુસ્તાન આવામા મોર્ચાના જીતન માંઝીને આપી હતી, જે હવે ભાજપની પાસે છે. લાંબી ચર્ચા પછી બિહારમાં કોંગ્રેસને માત્ર 9 સીટ મળી. તમિલાનાડુમાં પણ કોંગ્રેસનું DMK સાથે સમાધાન વધારે સફળ ન રહ્યું.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ હજુ પણ શિવસેના (UBT) અને NCP ( શરદ પવાર)ની સાથે ગુંચવાયેલી છે. બંને પાર્ટીઓ કોંગ્રેસ દ્રારા માંગવામાં આવેલી સાંગલી, ભિવંડી,દક્ષિણ મધ્ય મુંબઇ અને મુંબઇ ઉત્તર પશ્ચિમની કુલ 4 બેઠકો આપવા માટે તૈયાર નથી.

ઉત્તર પ્રદેશમાં માત્ર કહેવા પુરતુ સમાધાન થયું છે, પરંતુ સમાજવાદી પાર્ટી કોંગ્રેસ પર દબાણ બનાવવમાં સફળ રહી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ફર્રૂખાબાદ, ભદોહી, લખીમપુર ખીરી, શ્રાવસ્તી અને જાલોનની સીટ મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp