LIVE રિઝલ્ટ: મહારાષ્ટ્રમાં મતગણતરી શરૂ, જાણો કંઈ પાર્ટી કેટલી સીટ પર આગળ

PC: khabarchhe.com

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્ચાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી હતી અને હવે EVM મશીનથી મતગણતરી થઈ રહી છે. એક્ઝિટ પોલમાં તો મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનશે તેવી આગાહી કરવામાં આવી હતી, પણ આજે ખબર પડી જશે કે એક્ઝિટ પોલ સાચા પડ્યા છે કે પછી જનતાનો મૂડ જાણવામાં સરવે કરનારી સંસ્થાઓ પણ પાછી પડી ગઈ છે.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ 149 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અજિત પવારના નેતૃત્વમાં NCP 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

મહા વિકાસ અઘાડી એટલે કે MVAની વાત કરીએ તો તેમાં કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (UBT) 95 અને NCP (શરદચંદ્ર પવાર) 86 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટી અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિત નાની પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

23 Nov, 2024
07:01 PM
ચૂંટણી પંચના 7 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 133, શિવસેના 57, NCP 41 સીટ પર આગળ છે, જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ 15, ઉદ્ધવની શિવસેના 20 અને શરદ પવારની NCP 10 સીટ પર આગળ છે.
23 Nov, 2024
06:40 PM
ઝારખંડની જીત અને મહારાષ્ટ્રની હાર બાદ રાહુલ ગાંધીની ટ્વીટ
[removed][removed]
23 Nov, 2024
06:09 PM
ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ભાજપની ઓફિસમાં જલેબી બનાવી
23 Nov, 2024
05:26 PM
આજે રાત્રે કે આવતીકાલ સુધીમાં CM નક્કી થઈ જશે: ભાજપ મહાસચિવ વિનોદ તાવડે
23 Nov, 2024
04:28 PM
વર્લી બેઠક પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આદિત્ય ઠાકરેની જીત
23 Nov, 2024
04:25 PM
અમે રેકોર્ડ તોડ્યા છે. મોદી સરકાર અમારા માટે મજબૂત આધાર છે. મહારાષ્ટ્રમાં પહેલી વાર આવી જીત મળી છે: અજીત પવાર
PC: tv9hindi.com
23 Nov, 2024
04:13 PM
ચૂંટણી પંચના 4 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 130, શિવસેના 54, NCP 41 સીટ પર આગળ છે, જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ 18, ઉદ્ધવની શિવસેના 21 અને શરદ પવારની NCP 11 સીટ પર આગળ છે.
23 Nov, 2024
04:12 PM
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે એકબીજાને મિઠાઈ ખવડાવી ઉજવણી કરી
23 Nov, 2024
03:08 PM
હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદવું જાણું છુંઃ દેવેન્દ્ર ફડણવીસ
PC: kc
23 Nov, 2024
02:30 PM
બપોરે 2.30 વાગ્યા સુધીમાં મહાયુતિ 227 સીટ પર અને મહા વિકાસ અઘાડી 53 સીટો પર આગળ
23 Nov, 2024
02:09 PM
સતારાથી ભાજપના ઉમેદવાર શિવેન્દ્ર રાજે ભોંસલે 1 લાખ 42 હજાર મતોથી જીત્યા
23 Nov, 2024
01:58 PM
દેવેન્દ્ર ફડણવીસના માતા સરિતા ફડણવીસે તો કહી દીધું છે કે તેમનો દીકરો જ CM બનશે. કહ્યું- મારા દીકરા માટે આ મોટો દિવસ છે. તેણે 24 કલાક મહેનત કરી છે.
23 Nov, 2024
01:04 PM
ચૂંટણી પંચના 1 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 127, શિવસેના 56, NCP 39 સીટ પર આગળ છે, જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ 19, ઉદ્ધવની શિવસેના 18 અને શરદ પવારની NCP 12 સીટ પર આગળ છે.
23 Nov, 2024
12:46 PM
જીત બાદ દેવેન્દ્ર ફડણવીસની ટ્વીટ, એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકીન હૈ
23 Nov, 2024
12:42 PM
વડાલાથી ભાજપ ઉમેદવાર કાલિદાસ કોલંબકર 24973 મતોથી જીત્યા
23 Nov, 2024
12:25 PM
આ જીત ઐતિહાસિક છે, મેં કહ્યું હતું મહાયુતિને ભારે બહુમત મળશે. મહાયુતિએ જે કામ કર્યું છે, જનતાએ તેના પર વોટ આપ્યા છેઃ CM એકનાથ શિંદે
[removed][removed]
23 Nov, 2024
12:04 PM
મુંબઈમાં ભાજપ કાર્યાલયને શણગારવામાં આવી રહ્યું છે
23 Nov, 2024
11:44 AM
બારામતીમાં છઠ્ઠા રાઉન્ડની મતગણતરી બાદ અજિત પવાર 27556 ​​વોટથી આગળ
23 Nov, 2024
11:30 AM
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું- મહારાષ્ટ્રના પરિણામ અમારા વિપરીત ગયા અને અમે કદાચ મહારાષ્ટ્ર વધુ સારું કરી શક્યા હોત, પણ ખુશીની વાત છે ઝારખંડમાં અમારું પ્રદર્શન સારું રહ્યું છે
[removed][removed]
23 Nov, 2024
11:27 AM
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના ઘરની બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું
[removed][removed]
23 Nov, 2024
11:04 AM
દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર સન્નાટો
[removed][removed]
23 Nov, 2024
10:48 AM
ચૂંટણી પંચના 10.45 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 125 સીટ, શિંદેની શિવસેના 55 સીટ અને NCP 35 સીટ પર આગળ
PC: kc
23 Nov, 2024
10:00 AM
ચૂંટણી પંચના 10 વાગ્યાના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિ 99 સીટ પર આગળ
PC: Eci
23 Nov, 2024
09:32 AM
9.30 કલાક સુધીના આંકડા મુજબ મહાયુતિ બહુમતને પાર
PC: x.com/AjitPawarSpeaks
23 Nov, 2024
09:13 AM
9:00 વાગ્યાના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતી 18 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 3 સીટ પર આગળ
PC: Eci
23 Nov, 2024
09:04 AM
આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે આગળ
23 Nov, 2024
08:55 AM
માહિમ સીટ પરથી રાજ ઠાકરેનો દીકરો અમિત ઠાકરે આગળ
23 Nov, 2024
08:46 AM
શરૂઆતના ટ્રેન્ડમાં દેવેન્દ્ર ફડણવીસ આગળ અને અજીત પવાર પાછળ
23 Nov, 2024
08:39 AM
8.40 સુધીના આંકડા મુજબ મહાયુતિ ગઠબંધન 77 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 50 સીટ પર આગળ
23 Nov, 2024
08:37 AM
ભાજપે કહ્યું PM મોદીના નેતૃત્વમાં સરકાર બનાવશે NDA
[removed][removed]
23 Nov, 2024
08:25 AM
બેલેટ પેપર બાદ EVMની મતગણતરી ચાલુ થશે
[removed][removed]
23 Nov, 2024
08:23 AM
શરૂઆતના ટ્રેન્ડમાં મહાયુતિ ગઠબંધન 11 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 5 સીટ પર આગળ
23 Nov, 2024
08:21 AM
ભાજપના દિલ્હી હેડ ક્વાર્ટરમાં જલેબી પણ બનવાનું શરૂ થઈ ગયું
PC: A
23 Nov, 2024
08:17 AM
કોંગ્રેસ નેતા અશોક ગેહલોતનો દાવો મહારાષ્ટ્રમાં બનશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર
23 Nov, 2024
08:15 AM
મહારાષ્ટ્રમાં બેલેટ પેપરની ગણતરી શરૂ

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp