સી આર પાટીલે કહ્યું એમની માનસિકતા ઠીક નહોતી, તમારી બરાબર રાખો

PC: indianexpress.com

ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અત્યારે લોકસભાની ગુજરાતની બધી 26 બેઠકો પર 5 લાખથી વધારે લીડ મેળવવાની કવાયતમાં પડેલા છે. તેઓ ઠેર ઠેર બુથ પ્રમુખો સાથે સંમેલનો કરી રહ્યા છે. તાજેતરમાં વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા પોલો ક્લબ ખાતે એક બુથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સી આર પાટીલે કહ્યું કે, વાદ-વિવાદમાંથી બહાર આવો, એમની માનસિકતા ઠીક નહીં હોય જેથી કઇંક બોલી ગયા હશે, પણ એની ચિંતા તમે ન કરો, તમે તમારી માનસિકતા ઠીક રાખો. આપણે PM મોદીનો ટાર્ગેટ પુરો કરવાનો છે અને 400થી વધારે સીટ અપાવવાની છે. કોંગ્રેસની ડિપોઝીટ ડુલ કરવાની છે.

સી આર પાટીલે આ વાત વડોદરાના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડીયા વિશે કરી હતી. સુખડીયાએ તાજેતરમાં ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp