કેજરીવાલે ઇમરજન્સી બેઠક બોલાવીને વીજળી મામલે લઇ લીધો મોટો નિર્ણય

PC: thedailyguardian.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટની બેઠક બોલાવી છે. બેઠક ગુરુવારે સાંજે 4:00 વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર થઇ. તેમણે દિલ્હી વીજ પુરવઠા પર સબ્સિડીના મુદ્દા પર આ મીટિંગ બોલાવી હતી. કેબિનેટમાં ચર્ચા બાદ તેના પર કોઈ મોટો નિર્ણય લઇ લીધો છે.દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી મફત છે. તે મળતી રહેશે. 

હાલમાં જ વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં સબ્સિડી યોજનાને આગામી વર્ષે પણ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેજરીવાલ સરકારને આ ઇમરજન્સી બેઠક બોલાવવાની શું જરૂરિયાત પડી અને નિર્ણય શું લેવામાં આવશે એ અત્યારે સ્પષ્ટ ન હતું. સંભવિત નિર્ણયોને લઈને હાલમાં અટકળોનો દૌર શરૂ થઈ ગયો હતો. માનવામાં આવી રહ્યું  હતું કે, લોકસભાની ચૂંટણી અગાઉ કેજરીવાલ સરકાર વીજ સબ્સિડી સ્કીમ પર કોઈ મોટો નિર્ણય કરી શકે છે.

મફત વીજળી અને પાણીના વાયદા સાથે દિલ્હીમાં પહેલી 3 વિધાનસભાની ચૂંટણીમાં કમાલ કરી ચૂકેલી આમ આદમી પાર્ટી (AAP) લોકસભાની લડાઈમાં જીતનો સ્વાદ ચાખી શકી નથી. એવામાં લોકસભાની ચૂંટણી અગાઉ કેજરીવાલ સરકાર કોઈ મોટો દાવ ચાલી શકે છે. બજેટમાં સરકારે દિલ્હીની મહિલાઓને 1,000 રૂપિયા દર મહિને આર્થિક સહાયતા આપવા માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના' શરૂ કરવાની જાહેરાત કરી છે.

18 વર્ષથી વધુ ઉંમરની એ મહિલાઓને આ રકમ આપવામાં આવશે, જે દિલ્હીની વોટર છે. બીજી તરફ સરકારે પાણીના ખોટા બિલોને માફ કરવા માટે સેટલમેન્ટ યોજના લાવવા અને તેને અધિકારીઓ દ્વારા રોકવાનો આરોપ લગાવીને તેને મોટો મુદ્દો બનાવવાના પ્રયાસમાં છે. હાલમાં જ દિલ્હી સરકારનું બજેટ રજૂ કરતા નાણામંત્રી આતિશીએ પણ વીજળી સબ્સિડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 24 કલાક મફત વીજળી આપવા છતા દિલ્હીની બધી વીજ કંપનીઓ નફામાં છે. આગામી નાણાકીય વર્ષ માટે વીજળી ક્ષેત્ર માટે 3,353 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp