જેલમાં બંધ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી

PC: twitter.com/AamAadmiParty

દિલ્હી લીકર પોલિસી કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સંજય સિંહ ફરીએકવાર આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ ઉમેદવાર હશે,  કારણ કે રાજ્યસભા ચૂંટણી લડવા માટે રાઉઝ એવન્યૂ કોર્ટે ફોર્મ પર સાઈન કરવા માટે મંજૂરી આપી દીધી છે. 19 જાન્યુઆરીના રોજ રાજ્યસભા ચૂંટણી થવાની છે, જેના માટે ઉમેદવારી પત્ર ભરવા માટે કોર્ટે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, લીકર પોલિસી કેસમાં સંજય સિંહ ઘણા મહિનાથી જેલમાં બંધ છે.

કોર્ટે સંજય સિંહ દ્વારા કરવામાં આવેલી એક અરજી પર આદેશ આપ્યો હતો, જેમાં સંજય સિંહે કહ્યું હતું કે, રાજ્યસભા સાંસદના રૂપમાં તેમનો વર્તમાન કાર્યકાળ 27 જાન્યુઆરીના રોજ પૂરો થવાનો છે અને ચૂંટણી અધિકારીએ ચૂંટણી કરાવવા માટે 2 જાન્યુઆરીએ નોટિસ જાહેર કરી હતી. આના માટે 9 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર જમા કરાવવાનું છે.

અરજીમાં તિહાડ જેલ અધિક્ષકને સંજય સિંહ દસ્તાવેજો પર સાઈન કરી શકે તેની મંજૂરી આપવા આદેશ કરવા અપીલ કરવામાં આવી હતી. કોર્ટે ગુરુવારે આપેલા એક આદેશમાં કહ્યું હતું કે, આ નિર્દેશિત કરવામાં આવે છે કે, જો આરોપીના વકીલ દ્વારા 6 જાન્યુઆરી 2024એ જેલ અધિકારીઓ સામે રજૂ કરવામાં આવે તો જેલ અધીક્ષક એ સુનિશ્ચિત કરશે કે દસ્તાવેજોમાં આરોપીની સાઇન કરવાની મંજૂરી આપવામાં આવે અને તેમને મળવાની પણ મંજૂરી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp