દિલ્હી સરકારના મંત્રી આતિશી 15 ઓગસ્ટના દિવસે ધ્વજ કેમ ફરકાવી ન શકે?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે ત્યારે આ વખતે 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીમાં ધ્વજ ફરકાવવાનો અધિકારી આતિશીને આપવામાં આવ્યો હતો, પરંતુ આતિશાનું ધ્વજ ફરકાવાનું સપનું રોળાઇ ગયું છે, કારણકે જનરલ એડમિનીસ્ટ્રેનશન ડિપાર્ટમેન્ટે આ દરખાસ્તને નકારી છે અને કહ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન છે.
દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીનાલને તિહાર જેલમાં મળ્યા હતા. કેજરીવાલે કહ્યુ હતું કે આ વખતે આતિશી ધ્વજ ફરકાવશે. ગોપાલ રાયે જનરલ એડમિનિસ્ટ્રેશ ડિપાર્ટમેન્ટને તૈયારી કરવા આદેશ આપ્યો હતો.
જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે ગોપાલ રાયને પત્ર લખીને જાણ કરી છે કે, આતિશી માર્લેનાને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે અધિકૃત કરવાની સુચના કાયદાકીય રીતે અમાન્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp