હાઇ કોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, આપવા પડશે રૂ. 103 કરોડ, જાણો મામલો

PC: telegraphindia.com

દિલ્હી હાઇ કોર્ટ તરફથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઇ કોર્ટે પાર્ટીને બાકી 105 કરોડ રૂપિયાની વસૂલી માટે ટેક્સની માગ માટેની નોટિસ પર રોક લગાવવાની કોંગ્રેસની અરજી ફગાવી દેવામાં આવી છે. દિલ્હી હાઇ કોર્ટે ITATના આદેશને યથાવત રાખ્યો છે. દિલ્હી હાઇ કોર્ટે કોંગ્રેસ પાર્ટીને ITATમાં ફરી પોતાની દલીલ રાખવાની વાત કહી છે. કાલે પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. દિલ્હી હાઇ કોર્ટે કોંગ્રેસને ફટકાર લગાવતા કહ્યું હતું કે, શું 3 વર્ષ સુધી ઊંઘી રહ્યા હતા.

કોંગ્રેસે ઇનકમ ટેક્સ અપીલીય ટ્રિબ્યૂનલ દ્વારા તેની અરજીનો સ્વીકાર ન કર્યા બાદ, તેને લઈને કોર્ટનો દરવાજો ખખડવાયો હતો. કાલે ટ્રિબ્યૂનલે કોંગ્રેસને 105 કરોડથી વધુ બાકી ટેક્સની વસૂલીને લઈને નોટિસ જાહે કરી હતી. કાલે જસ્ટિસ યશવંત વર્મા આ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, ઇનકમ ટેક્સ અપીલીય ટ્રિબ્યુનલના આદેશમાં કોઈ ખામી નજરે પડી રહી નથી. કોર્ટે ધ્યાન આપ્યું કે, કોંગ્રેસ વિરુદ્ધ આ કાર્યવાહી વર્ષ 2021માં શરૂ થઈ હતી.

તેના પર કોર્ટે સખત વલણ અપનાવ્યું હતું અને પૂછ્યું કે શું અત્યાર સુધી ઊંઘી રહ્યા હતા. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આ કેસને ખોટી ઢંગે હેન્ડલ કરવામાં આવ્યો છે. બેન્ચે કાલે નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે અરજીકર્તાએ પોતે પોતાને દોષ આપવો જોઈએ. આ કેસ 2021નો છે અને એમ લાગે છે કે તમે તેના માટે કોઈ પ્રયાસ કર્યો નથી. લાગે છે કે અરજીકર્તાની ઓફિસમાં 2021થી કોઈ ઊંઘી રહ્યું હતું.

કોર્ટમાં કોંગ્રેસ તરફથી વરિષ્ઠ એડવોકેટ વિવેક તન્ખા રજૂ થયા હતા, તેમણે કહ્યું હતું કે, પાર્ટીના ખાતા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. જો એમ જ ચાલતું રહ્યું તો પાર્ટી કોલેપ્સ કરી જશે. થોડા જ દિવસોમાં 2024ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. જો એક રાષ્ટ્રીય પાર્ટી પોતાના પૈસાઓનો ઉપયોગ નહીં કરી શકે તો, તે ચૂંટણી કેવી રીતે લડશે? તો ઇનકમ ટેક્સ વિભાગ તરફથી વકીલ જોહેબ હુસેન રજૂ થય હતા. તેમણે તર્ક આપ્યો હતો કે, એ કહેવું ખોટું હશે કે કાર્યવાહી ચૂંટણીના બરાબર પહેલા થઈ. આ કાર્યવાહી 2021થી ચાલી રહી છે. આ એક રૂટિન રિકવરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp