હાઇ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો મોટો ઝટકો, ધરપકડથી ન મળી રાહત અને ED...

PC: livemint.com

આબકારીનીતિ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. કેજરીવાલને ધરપકડની રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલને દંડાત્મક કાર્યવાહીથી કોઈ વચગાળાની સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, આ સ્તર પર અમે વચગાળાની રાહત આપવાના ઇચ્છા નથી. જો કે, કોર્ટે આ નવી વચગાળાની અરજી પર ED પાસે જવાબ માગ્યો છે અને કેસને 22 એપ્રિલ માટે લિટેસ્ટ કરવામાં આવ્યો છે. આબકારીનીતિ કેસમાં ED તરફથી આપવામાં આવેલા નવમા સમન્સમાં પણ કેજરીવાલ હાજર ન થયા. તેમણે આ સમન્સ પર સવાલ ઉઠાવતા દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી થઈ.

કેસની સુનાવણી કરી રહેલા જજોએ ED પાસે કેજરીવાલ વિરુદ્ધ પુરાવા દેખાડવા કહ્યું છે. કોર્ટના જજોએ ED પાસે ચેમ્બરમાં ફાઈલો મગાવી છે. કોર્ટે સાથે જ EDને પૂછ્યું કે, સમન્સમાં રજૂ ન થવા પર તમે તેમની ધરપકડ કેમ ન કરી?તમને કેજરીવાલની ધરપકડ કરતા કોણ રોકી રહ્યું છે? જ્યારે તમે સમન્સ પર સમન્સ આપી રહ્યા હતા અને તેઓ હાજર થઈ રહ્યા નહોતા? તમારી પાસે તો એવામાં ધરપકડ કરવાનો અધિકાર છે. ASG એસ.વી. રાજૂએ જવાબ આપ્યો કે, અમે તો કહી રહ્યા હતા કે તમે આવો અને પૂછપરછમાં સામેલ થાવ. અમે ધરપકડ પણ કરી શકતા હતા અને નહીં પણ.

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે EDને ધરપકડ ન કરવાની શરત પર પૂછપરછમાં સામેલ થવા કહ્યું છે. કેજરીવાલે કોર્ટને કહ્યું કે, તેઓ ED પૂછપરછ દરમિયાન ધરપકડ ન કરવાનો આદેશ આપે. સુનાવણી દરમિયાન કોર્ટને EDએ કહ્યું કે, કેજરીવાલ લોકસભાની ચૂંટણી લડી રહ્યા નથી, છતા હાજર થઈ રહ્યા નથી. તેના પર કોર્ટે કહ્યું કે, તેઓ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ED તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું કે, AAPના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો અર્થ એ નથી કે તેઓ સમન્સ માટે હાજર નહીં થાય.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તરફથી સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ દલીલ કરી કે ચૂંટણી માથે છે. હું કહી રહ્યો છું કે અત્યારે સમન્સ ન આપો. તેના અપર કોર્ટે કહ્યું કે, શું તમે સમન્સનો જવાબ આપ્યો છે? સિંધવીએ કહ્યું કે, દરેક નોટિસનો જવાબ આપ્યો. મેં તેમણે પૂછ્યું કે, મને આ નોટિસ કયા આધાર પર આપવામાં આવી રહી છે? મુખ્યમંત્રી હોવાના સંબંધે AAP પ્રમુખ હોવાના સંબંધે? તેના પર મારા કોઈ સવાલનો જવાબ ન આપ્યો. મને કોઈ ભરોસો ન આપવામાં આવ્યો. હું તપાસમાં સહયોગ કરવા માટે પૂરી રીતે તૈયાર છું. હું વર્ચુઅલી હાજર થઈશ. મને ધરપકડથી સંરક્ષણ જોઈએ છે.

કોર્ટે EDને પૂછ્યું કે, શું તમે બતાવી શકો છો કે, તમે કેજરીવાલને કઇ કેપેસિટીમાં તપાસમાં સામેલ થવા બોલાવી રહ્યા છો? ASG રાજૂએ કહ્યું કે, એક ઇન્ડિવિજ્યૂઅલના સંબંધે. કોર્ટે પૂછ્યું કે, શું તમારી પાસે તેમની વિરુદ્ધ કોર્ટ મટિરિયલ છે? EDએ કહ્યું કે, જી મટિરિયલ છે. કોર્ટે પૂછ્યું કે શું તમે એ મટિરિયલ કોર્ટ સામે રાખી શકો છો? EDએ કહ્યું જી. તેના પર કોર્ટે કહ્યું કે, જો તેઓ તમારી સામે હાજર થઈ જાય છે તો શું તમે ભરોસો આપી શકો છો કે અત્યારે તેમની વિરુદ્ધ કોઈ સખત કાર્યવાહી નહીં કરવામાં આવે. EDએ જવાબ આપ્યો કે અમે જે કરીશું એ કાયદા મુજબ જ હશે. કાયદાથી બહાર અમે કંઇ નહીં કરી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp