CM કેજરીવાલના ઘર બહાર તોડફોડ કરનારને મળ્યું ઇનામ, MCD ચૂંટણીમાં BJPએ આપી ટિકિટ

PC: jansatta.com

‘કાશ્મીર ફાઇલ્સ’ વિરુદ્ધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તેમના ઘર સામે કરવામાં આવેલી તોડફોડમાં સામેલ પ્રદીપ તિવારીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ MCD ચૂંટણીમાં ઉમેદવારના ઉતાર્યો છે. તોડફોડ બાદ ભાજપ યુવા મોરચાના પ્રદીપ તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. પોતાના પ્રચાર દરમિયાન પ્રદીપે કહ્યું કે, ‘વિરોધ.. ધરણાં પ્રદર્શન અને હિન્દુ સમાજ માટે લડાઇ આગામી સમયમાં પણ યથાવત રહેશે. સમાજ વિરુદ્ધ જ્યાં પણ ખોટું થશે, ત્યાં પ્રદીપ તિવારી જનતા સાથે ઊભો મળશે.’

આમ આદમી પાર્ટી (AAP)એ ભાજપની નિંદા કરતા કહ્યું કે, ‘હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ભાજપ ગુંડાઓને જન્મ આપે છે અને ગુંડાગર્દી અને ગુંડાગર્દી કરનારાઓનું સન્માન કરે છે. MCD ચૂંટણી માટે પ્રદીપ તિવારીને રમેશ નગર વૉર્ડથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. તેણે કહ્યું કે, તમે જુઠ્ઠાણાંઓ અને ફાંસીવાદીઓની પાર્ટી છે, જે જુઠ્ઠાણું ફેલાવવા માટે જાણીતી છે. લોકો મને જે પ્રેમ આપી રહ્યા છે, તેના કારણે મને ગુંડો કહી રહ્યા છે. તે એક રાજનૈતિક વિરોધ હતો. હિન્દુ સમાજ માટે મારો પ્રેમ અને લડાઇ ચાલુ રહેશે.’

પ્રદીપ તિવારી ભાજપ દ્વારા ઉતારવામાં આવેલા સૌથી નાની ઉંમરનો ઉમેદવાર છે. તિવારીનું કહેવું છે કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગરીબીમાંથી નીકળીને અહીં સુધી પહોંચ્યા છે તો હું પણ સ્લમમાં રહીને ચૂંટણી કેમ નહીં લડી શકું? મારો મુખ્ય એજન્ડા સમાજ અને હિન્દુ સમાજ માટે કામ કરવાનું છે, મારી પ્રાથમિકતા સ્થાયી સીવેજ લાઇન, નિયમિત પાણી અને જ્યાં ઝુંપડી ત્યાં મકાન હશે.’ પ્રદીપ તિવારી મુખ્યમંત્રી આવાસ પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી છે, પરંતુ જ્યારે પ્રદીપ તિવારીને પૂછવામાં આવ્યું કે, શું તેને દિલ્હીના મુખ્યમંત્રીના આવ્યા પર આક્રમણ અને હિંસક વિરોધ કરવા માટે ભાજપે ટિકિટ આપી છે?

આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, એક મહેનતી કાર્યકર્તા પાર્ટી દ્વારા સ્વીકાર અને પુરસ્કૃત કરવામાં આવ્યો છે. અમે તેજસ્વી સૂર્યાજીના નેતૃત્વમાં મુખ્યમંત્રી કેજરીવાલના આવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમે અમારો ગુસ્સો એટલે વ્યક્ત કર્યો હતો કેમ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિન્દુઓની ભાવનાની મજાક ઉડાવી હતી. તેમણે કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની મજાક ઉડાવી હતી. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, જરૂરિયાત પાડવા પર પાર્ટી દ્વારા કહેવા પર તેને રીપિટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp