રાહુલ ગાંધીએ ઐશ્વર્યા રાય વિશે એવું શું કહ્યું કે રોષે ભરાઈ સિંગર સોના મહાપાત્રા

PC: theweek.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોટા ભાગે પોતાની નિવેદનબાજીના કારણે ચર્ચામાં રહે છે. ઘણી વખત એવું પણ થાય છે કે વાતો વાતોમાં રાહુલ ગાંધી બોલિવુડ સેલિબ્રિટીઓના નામ આપી દે છે. જેના કારણે તેઓ ટ્રોલ્સના નિશાના પર આવી જાય છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પણ તેમણે પોતાના ભાષણમાં ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કર્યો. જેના કારણે તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સોના મહાપાત્રાએ પણ ઐશ્વર્યા રાયનું નામ લેવા માટે કોંગ્રેસ નેતાને ખરું ખોટું સંભળાવ્યું છે.

20 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા નજરે પડ્યા. પોતાના ભાષણમાં તેમણે ઐશ્વર્યા રાયના નામનો પણ ઉલ્લેખ કર્યો. દેશની રાજનીતિમાં કારણ વિના ઐશ્વર્યનું નામ ધસડવામાં આવ્યું. તો જાણીતી સિંગર સોના મહાપાત્રાએ પણ તેના પર પોતાની વાત રાખી. તેણે રાહુલ ગાંધી માટે X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટમાં લખ્યું કે, 'કેટલાક રાજનેતા ફાયદો ઉઠાવવા માટે પોતાના ભાષણોમાં મહિલાઓને અપમાનિત કરે છે. હકીકતમાં કેટલાક લોકો કોઈના માતા, બહેનને આ પ્રકારે અપમાન કરતા હશે.

એક અન્ય ટ્વીટમાં સોના મહાપાત્રાએ X યુઝરની ક્લાસ લઈ લીધી, જેણે લખ્યું 'વૈશ્યાની જેમ ડાન્સ કરવું સારું છે? ભગવાનનો આભાર છે કે તેણે (ઐશ્વર્યા રાય) ઓડિસી ડાન્સ કરવાનો પ્રયાસ ન કર્યો. તેના પર સોના મહાપાત્રાએ જવાબ આપ્યો કે, 'એક વૈશ્યાની જેમ નાચવું વાસ્તવમાં પ્રશંસા છે મૂર્ખ, અભણ, આમ્રપાલી, બરની, પુરસ્તીથી લઈને ઉમરાવ જાન સુધી, ભારતીય ઇતિહાસની વૈશ્યા ખજાનો હતો અને પોતાની કળા, કલાત્મકતા માટે પૂજનીય હતી.

સોના મહાપાત્રા સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઐશ્વર્યા રાયને લઈને કરવામાં આવેલી કમેન્ટ પર રાહુલ ગાંધીને ટ્રોલ કરી રહ્યા છે. મંગળવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ યાત્રા દરમિયાન જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, શું તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જોઈ? શું તમે ત્યાં કોઈ OBC/SC/ST ચહેરો જોયો? તેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને વડાપ્રધાન મોદી સામેલ થયા હતા, પરંતુ ત્યાં આપણે એ લોકોને ન જોયા, જે હકીકતમાં દેશ ચલાવે છે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થયું હતું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન સાથે અયોધ્યા પહોંચ્યા હતા, પરંતુ ઐશ્વર્યા આ કાર્યક્રમમાં હિસ્સો બની નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp