શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા BJPના સીનિયર લીડરનો DyCMએ ફોન ન ઉપાડ્યો

PC: humsamvet.com

લોકસભાની ચૂંટણી અગાઉ મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ કોંગ્રેસથી નારાજ થઈને ઘણા નેતા ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. બીજી તરફ ભાજપના સીનિયર લીડર અને પૂર્વ કેબિનેટ મંત્રી કુસુમ મેહદેલેએ નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાના વ્યવહાર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે. પન્નાથી પૂર્વ ધારાસભ્ય અને શિવરાજ સરકારમાં મંત્રી રહેલા કુસુમ મેહદેલેએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે, 'માનનીય શ્રી રાજેન્દ્ર શુક્લાજી મંત્રી ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગ, કાલે તારીખ 8.3 24થી લઇને આજ સુધી ઓછામાં ઓછા 10 વખત ફોન કર્યા, પરંતુ તમે કે સેક્રેટરીએ એક વખત પણ ફોન ન ઉપાડ્યો. મંત્રી બની ગયા બાદ શું એવો જ વ્યવહાર હોવો જોઈએ. ખોટું કહ્યું હોય તો માફી.'

ભાજપના નીડર નેતાઓમાં ગણાતા પૂર્વ મુખ્યમંત્રી કુસુમ મેહદેલેની આ સોશિયલ મીડિયા પોસ્ટ હવે ચર્ચામાં છે. કુસુમ મેહદેલે મુજબ, તેમના સંબંધી ડૉક્ટરની બદલી કરી દેવામાં આવી, જે ખોટી છે. જ્યારે આ બાબતને લઈને સ્વાસ્થ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાને ફોન કર્યો તો તેમણે ફોન ન ઉપાડ્યો. ત્યારે પોતાની નારાજગી દેખાડવી પડી. કુસુમ મેહદેલે કહ્યું કે, ટ્વીટ ખૂબ જલદી જોઈ લીધી, જ્યારે 10 વખત કોલ કર્યા ત્યારે ન જોયા. અમારા એક સંબંધી ડૉક્ટરની બે કોડીના ધારાસભ્યએ બદલી કરાવી દીધી. કેમ કે ડૉક્ટર મારા લોધી સમાજનો છે.

તેમણે અગાળ કહ્યું કે, જ્યારે રાજેન્દ્ર શુક્લાજી મારી સાથે ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. રાજધાની ભોપાલમાં મારા બંગ્લા પાસે રહેતા હતા. હવે મંત્રી બની ગયા તો મોટા લાટ સાહેબ બની ગયા. જેમ કે અમે ક્યારેય મંત્રી ન રહ્યા હોઈએ. મંત્રી સામાન્ય વ્યક્તિ માટે હોય છે. કુસુમ મેહદેલે પોતાના નીડર નિવેદનનોના કારણે ચર્ચામાં રહે છે. તેઓ ઘણી વખત ભાજપના નેતાઓ પર જ ગુસ્સો વ્યક્ત કરતા નજરે પડે છે. કુસુમ મેહદેલે ઘણા દિગ્ગજ નેતાઓને નિશાના પર લઈ ચૂક્યા છે.

હવે ફરી એક વખત તેમના નિવેદનની ચર્ચા થઈ રહી છે. તેમની આ પોસ્ટ પર સોશિયલ મીડિયામાં જાત જાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ કુસુમ મેહદેલે લાંબા સમયથી રાજનીતિમાં છે. 80 વર્ષીય કુસુમ મેહદેલે 2 વખત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને 3 વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. લોધી સમાજ સાથે સંબંધ ધરાવનાર કુસુમ રાજ્યની સુંદરલાલ પટવા અને બાબુલાલ ગૌર સરકારમાં મહિલા અને બાળ વિકાસ અને મહેસૂલ મંત્રી રહી ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2005 અને પછી વર્ષ 2013ની શિવરાજ સરકારમાં મંત્રી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp