જીતનો દાવો છતા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ આ 5 કારણોને લીધે ખરાબ રીતે હારી ગઇ

PC: indiatoday.in

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી પરિણામો સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં જણાઈ રહ્યા છે. જેમ જેમ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે, તેમ રાજ્યના કાર્યાલયોમાં ઢોલ વગાડવામાં આવી રહ્યા બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે.

સવાલ એ છે કે જે કોંગ્રેસ વર્ષ 2019માં બહુમતી સુધી પહોંચી ગઇ હતી,તો એવું તે શું થયું કે મધ્ય પ્રદેશમાં 2023ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી ગઇ

જાણકારોના કહેવા મુજબ આ 5 મુદ્દા છે જેને કારણે કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો.

  • ભાજપે એન્ટી ઇંકબસીને ફગાવીને જીત મેળવી. રાજકારણમાં આ એક સંશોધનનો વિષય હોવો જોઈએ. કારણ કે 18 વર્ષ પછી પણ ચૂંટણી થાય છે અને પાર્ટીને જંગી જીત મળે છે, તે પણ 18 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી. જ્યારે ભાજપે છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા ગુમાવી હતી પરંતુ મધ્યપ્રદેશમાં 15 મહિના સિવાય સત્તા ગુમાવી હતી.
  • કોંગ્રેસે કમલનાથ અને દિગ્વિજય સિંહથી મોટા નેતા કોઇને ફણ બનવા દીધા નહીં, બંને નેતા વયોવૃદ્ધ છે. કમલનાથ 77 વર્ષની છે અને દિગ્વિજય સિંહ 76 વર્ષના છે.
  • કોઈ યુવા નેતાને આવવા દેવામાં આવ્યા ન હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા જે કોંગ્રેસમાં એક મોટી વ્યક્તિ હતા. યુવાન હોવાને કારણે તેઓને પણ બાજુ પર રાખવામાં આવ્યા હતા. તેમને ભાજપમાં જોડાવાની ફરજ પડી હતી. કોંગ્રેસના યુવા નેતૃત્વ માટે મધ્યપ્રદેશ બેકઅપ બની શક્યું નથી. માત્ર વિક્રાંત ભુરીયા યુથ કોંગ્રેસના પ્રમુખ છે, જેઓ કાંતિલાલ ભુરીયાના પુત્ર છે અને વ્યવસાયે એમબીબીએસ ડોકટર છે. તેમના પર વરિષ્ઠ કોંગ્રેસી અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કાંતિલાલ ભુરિયાની છાપ પણ છે.
  • રાજકીય વિશ્લેષકોની નજરમાં ચોથો પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે કમલનાથમાં રાજકીય નેતૃત્વ કરવાની ક્ષમતા નથી, તેઓ રાજકારણી જેવા ઓછા અને મોટી કંપનીના મેનેજર જેવા વધુ દેખાય છે. રાજકીય મીટીંગોમાં તેઓ કોર્પોરેટ મીટીંગની જેમ વર્તે છે. કમલનાથ મિનિટના આધારે ધારાસભ્યોને મળવાનો સમય આપતા હતા

  • કોંગ્રેસમાં કમલનાથનું વલણ સરમુખત્યારશાહી રહ્યું છે, બીજી તરફ ભાજપ આગળ આવ્યું કારણ કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કમલનાથથી વિપરીત ગ્રાઉન્ડ લેવલના નેતા છે, તેઓ લોકો અને ધારાસભ્યોનું સાંભળે છે અને બોલે છે. શિવરાજ સિંહ ચૌહાણની સરળ છબી કમલનાથની છબી પર ભારે પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp