બાળકોને સેન્ટા કરતા હનુમાનજી પાસે મોકલો, ક્રિસમસની જગ્યાએ આ દિવસ ઉજવવા અપીલ

PC: twitter.com

આજે આખી દુનિયામાં ક્રિસમસનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, પરંતુ બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ક્રિસમસ ન ઉજવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, સેન્ટાની પાસે મોકલવા કરતા તમારા બાળકોને હનુમાનજી પાસે મોકલવા જોઈએ. દેશમાં ક્રિસમસની જગ્યાએ માતૃપૂજન દિવસ ઉજવવો જોઈએ.

ખ્રિસ્તીઓના સૌથી લોકપ્રિય તહેવાય વિશે આવું નિવેદન આપીને ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી વિવાદમાં આવી ગયા છે. કેટલાકે સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનનું સમર્થન કર્યું તો ઘણાએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. હંમેશાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ક્રિસમસ ભારતીય સનાતની સંસ્કૃતિને અનુરૂપ નથી. ભારતીય સનાતની હિન્દુના માતા-પિતા પોતાના બાળકોને સેન્ટા પાસે ના મોકલીને પરમ સંત હનુમાનજીના ચરણોમાં મોકલવા જોઈએ.

તેમણે લોકોને 25 ડિસેમ્બરને ક્રિસમસની જગ્યાએ માતૃપૂજન દિવસ મનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દિવસે તુલસીપૂજન કરવું જોઈએ. માતા-પિતાની પૂજા કરવી જોઈએ. હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા જોઈએ. તેમણે કહ્યું કે, આપણે વિચાર કરવો જોઈએ કે શું આપણે ભારતીય છીએ? શું આપણે સનાતની છીએ? આના પર વિચાર કરવો જોઈએ. આપણે પશ્ચિમી સભ્યતાનો બહિષ્કાર કરવો જોઈએ.

તેમણે કહ્યું કે, બાળકોને હનુમાનજી પાસે મોકલવા જોઈએ. બાળકોને મીરાબાઈ, લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદના આદર્શોથી પ્રેરિત કરવા જોઈએ. જેટલી પણ શાળાઓ ક્રિસમસ ઉજવી રહી છે, તેનો બહિષ્કાર થવો જોઈએ. આ નિંદનીય છે. બાગેશ્વર પીઠ ક્રિસમસનો વિરોધ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp