શું મોહન ભાગવતે કર્યા કોંગ્રેસ પાર્ટીના વખાણ? જાણો વાયરલ નિવેદનની હકીકત

PC: mid-day.com

સોશિયલ મીડિયા પર અખબારના 2 કટિંગ્સ શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભાની ચૂંટણીઓ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે કોંગ્રેસના વખાણ કર્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે શું છે વાયરલ દાવાની હકીકત.

લોકસભાની ચૂંટણીઓ વચ્ચે RSSના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા કોંગ્રેસના વખાણના નામ પર શેર કરવામાં આવી રહેલા દાવાની તપાસ માટે અમે RSS પ્રમુખ મોહન ભાગવતનું કહેવું છે કે આઝાદી કી લડાઈ મેં કોંગ્રેસ કા બડા યોગદાન રહા હૈ’ કીવર્ડને ગૂગલ પર શોધ્યું. આ પ્રક્રિયામાં અમને એવી જાણકારી મળી કે આ સમાચાર વર્ષ 2018ના છે. NDTV, ABP News, IndiaTV દ્વારા વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં પ્રકાશિત લેખો મુજબ મોહન ભાગવતે ‘ભવિષ્ય કા ભારત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કા દૃષ્ટિકોણ’ નામની સંગોષ્ઠી દરમિયાન દેશની આઝાદીમાં કોંગ્રેસના યોગદાનની વાત કરી હતી.

આ કાર્યક્રમનો વીડિયો અહી નીચે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે સંગોષ્ઠી દરમિયાન RSS પ્રમુખે સંઘ દ્વારા રાજનીતિક પાર્ટીઓના સમર્થનને લઈને પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ આપ્યો હતો. પોતાના જવાબમાં સંઘ પ્રમુખે કહ્યું હતું કે સંસ્થા કોઈ પણ રાજનીતિક પાર્ટીને સમર્થન કરતી નથી. જો કે, ભાજપના સંગઠન મહામંત્રી કે રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન)ના સંઘની પૃષ્ઠભૂમિથી હોવાની અનિવાર્યતાને લઈને ભાગવતે કહ્યું હતું કે જે અમારી પાસે સંગઠન મંત્રીની માગ કરે છે, અમે તેને આપીએ છીએ.

આ પ્રકારે અમારી તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે લોકસભાની ચૂંટણીઓ વચ્ચે RSSના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા કોંગ્રેસના વખણ નામ પર શેર કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. હકીકતમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ નિવેદન વર્ષ 2018માં આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp