ગુજરાત ચૂંટણીના એક દિવસ પહેલા BJP સાંસદે આપ્યું રાજીનામું

08 Dec, 2017
04:38 PM
PC: thestatesman.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીના 1 દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે. સાંસદ નાના પટોલેએ લોકસભા સદસ્યતાથી રાજીનામું આપી દીધું છે અને BJPનો સાથ છોડી દીધો છે. પટોલે મહારાષ્ટ્રના ગોંડિયાથી સાંસદ હતા. તેમના રાજીનામાનું કારણ ખેડૂતો પ્રત્યે પાર્ટીની ખરાબ નીતિઓ અને ખેડૂતોની અવગણનાને બતાવવામાં આવી છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં પટોલેએ મહારાષ્ટ્રની BJP સરકાર પર ખેડૂતોની લોનમાફીની યોજનાને લઈને સવાલો ઉભા કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, સરકાર ખેડૂતો પ્રત્યે ખરાબ નીતિ અપનાવી રહી છે.