રાજસ્થાનની BJP સરકારને લઇને મોટા સમાચાર, ધારાસભ્ય દળની બેઠકમાં ન પહોંચ્યા CyCM

PC: hindustantimes.com

શું રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં નારાજગી ચાલી રહી છે? આ સવાલ ઉઠ્યો છે નાયબ મુખ્યમંત્રી દીયા કુમારીના વલણથી. નાયબ મુખ્યમંત્રી હોવા છતા દીયા કુમારી પહેલા પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાંથી ગેરહાજર રહ્યા, ત્યારબાદ મંગળવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પણ તેઓ ન પહોંચ્યા. જો કે, દીયા કુમારી તરફથી કહેવામાં આવ્યું કે તેઓ અંગત કામમાં વ્યસ્ત હતા, પરંતુ જાણકારો મુજબ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સરકારથી એટલે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી નારાજ છે.

દીયા કુમારીને લાગે છે કે તેમના કામ થઇ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે જયપુરમાં શનિવારે ભાજપ કાર્યકારિણીની બેઠક થઇ હતી, જેમાં આગામી દિવસોમાં સત્તા અને સંગઠન વચ્ચે સારો તાલમેળ બને અને રોડ મેપના માધ્યમથી કુશળ મેનેજમેન્ટ થાય, એવા ઉદ્દેશ્ય પર ચર્ચા કરવામાં આવી. સાથે જ તેને પાર્ટીના નારાજ નેતાઓને મનાવવાની કવાયદ પણ માનવામાં આવી રહી છે, પરંતુ બેઠકમાં દીયા કુમારી અને વરિષ્ઠ નેતા કિરોડીલાલ મીણા હિસ્સો લેવાથી રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.

તેને લઇને રાજનીતિક જાણકાર પોત પોતાના મંતવ્ય આપી રહ્યા છે. જો કે, ત્યારબાદ સામે આવ્યું કે, દીયા કુમારી જયપુરથી બહાર છે. આ કારણે તેઓ બેઠકમાં હિસ્સો ન લઇ શક્યા. બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ બપોર બાદના સત્રમાં હિસ્સો લેવા પહોંચ્યા. હાલમાં જ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં પોતાની નિષ્ફળતા માનતા ભાજપના વરિષ્ઠ નેતા કિરોડીલાલ મીણાએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજકીય ચર્ચા છે કે કિરોડીલાલ મીણાની કાર્યકારિણી બેઠકમાં ગેરહાજરી કોઇ મોટા રાજકીય ઘટનાક્રમ તરફ સંકેત આપી રહી છે.

રાજસ્થાનમાં ભાજપ પેટાચૂંટણીને લઇને ડેમેજ કંટ્રોલમાં લાગી ગઇ છે. રાજ્યમાં 5 સીટો પર વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે. એ અગાઉ ભાજપ પોતાના બધા વરિષ્ઠ નેતાઓ સાથે સાથે પદાધિકારીઓને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેને લઇને શનિવારે જયપુરના સીતાપૂરમાં બેઠક થઇ. ભાજપ કાર્યસમિતિની બેઠકમાં પ્રદશ અધ્યક્ષ સી.પી. જોશી, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ચૂંટણી પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે, કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત મોટા નેતા સામેલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp