વસુધંરાનો વિકલ્પ મનાતા રાજકુમારી દિયાકુમારીની લાઇફ ફિલ્મી છે-લવ, તલાક અને રાજ...

PC: news18.com

ભાજપના સાંસદ દિયા કુમારીને પાર્ટીએ રાજસ્થાન વિધાનસભમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.ત્યારથી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે દિયા કુમારી માત્ર ધારાસભ્ય તરીકેની વાત સીમિત નથી રહી, પરંતુ હવે રાજસ્થાનના રાજકારણમાં એ ચર્ચા જોરશોરથી શરૂ થઇ છે કે ભાજપે તેમને રાજસ્થાનના પૂર્વ મુંખ્યમંત્રી વસુંધરા રાજેના વિકલ્પ તરીકે ઉતાર્યા છે. હાલ તે રાજસમંદ જિલ્લાથી સાસંદ પણ છે. તેઓ જયપુરના છે પરંતુ ઉદયપુર નજીકથી ચૂંટમી લડીને જીત્યા હતા. હવે તેમને ધારાસભ્યની ટિકિટ અપાઇ છે. 

વસુંધરા રાજેની જેમ દિયા કુમારી પણ રાજવી પરિવારમાંથી આવે છે. પરંતુ અમે તમને દિયા કુમારીની કોઇ ફિલ્મી સ્ટોરી જેવી લવસ્ટોરીની વાત કરીશું જેણે એક જમાનામાં રાજવી પરિવારમાં ભારે હલચલ મચાવી હતી. દિયા કુમારી જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ દ્રિતિયના પૌત્રી છે. દિયા કુમારીના પિતા ભવાની સિંહ ભારતીય સેનામાં અધિકારી હતા અને હોટેલિયર પણ હતા. આર્મી ઓફિસરની પુત્રી હોવાને કારણે દિયાનું બાળપણ શાહી વૈભવથી દૂર વિત્યું હતું.

રાજકુમારી દિયા અને નરેન્દ્ર સિંહની લવ સ્ટોરી પણ આખી દુનિયામાં ફેમસ રહી છે. દિયા કુમારીની લવ સ્ટોરી પરીકથાથી ઓછી નથી.

સામાન્ય રીતે રાજવી પરિવારમાં દીકરી જન્મી હોય તો પરિવાર એવું જ ઇચ્છે કે દીકરી રાજ પરિવારમાં પરણે, પરંતુ દિયા કુમારીને એક સામાન્ય માણસ સાથે પ્રેમ થયો હતો.

દિયા અને નરેન્દ્રની મિત્રતા અને પ્રેમ સંબંધ ખૂબ જ ઉતાર-ચઢાવનો રહ્યો છે. માત્ર નરેન્દ્રનો અવાજ સાંભળવા માટે સેંકડો બ્લેન્ક કોલ કરનાર દિયાએ તેની માતાને દુઃખી જોઈને 6 મહિના સુધી નરેન્દ્ર સિંહ સાથે વાત પણ કરી ન હતી. જો કે લાંબા લગ્નગાળા પછી દિયા અને નરેન્દ્રએ છુટાછેડા લઇ લીધા હતા.

દિયા કુમારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, નરેન્દ્ર સાથે લગ્નની જાહેરાત પછી અમને અપહરણ અને સ્યુસાઇડ સ્કવોડ મોકલવાની ધમકીઓ મળતી હતી.

દિયાએ કહ્યું હતું કે,જ્યારે હું 18 વર્ષની હતી, ત્યારે નરેન્દ્ર સિંહ રાજાવતને પહેલીવાર મળી હતી. તે ન તો મારા કેશિયર હતો કે ન તો અમારા ડ્રાઇવર હતા, જે મીડિયામાં પ્રકાશિત થઈ રહ્યું હતું. નરેન્દ્ર પોતે હતા અને તેમનો પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ હતો. અમે પહેલીવાર 1989માં મળ્યા હતા જ્યારે મારા પિતાને રાજીવ ગાંધીએ જયપુરથી ચૂંટણી લડવાનું કહ્યું હતું.

નરેન્દ્ર, જેઓ કોમર્સ ગ્રેજ્યુએટ હતા અને CA કરતા હતા, તેમણે કામના અનુભવ માટે SMS મ્યુઝિયમ ટ્રસ્ટમાં જોડાયા હતા. પછી હું તેમને મળી હતી.તેમની સાથે વાત કરીને ખૂબ જ આનંદ થતો હતો.

દિયાએ કહ્યું હતું કે નરેન્દ્ર સાથેની મુલાકાતમાં પહેલી નજરે જ પ્રેમ થઇ ગયો હતો, તેમની સાદગી અને કેરીંગ નેચરને કારણે મને તેમની સાથે વાત કરવી ખુબ ગમતી હતી.

ત્રણ મહિના પછી જ્યારે નરેન્દ્ર પેલેસમાંથી ગયા ત્યારે મને લાગતું કે મારે તેમને ફરી મળવુ જોઇએ.આ રીતે અમે મિત્રો બન્યા. તે જ્યારે પણ જયપુર આવતા ત્યારે અમે એક કોમન ફ્રેન્ડના ઘરે મળતા. જ્યારે હું મારા માતા-પિતા સાથે વિદેશ પ્રવાસે ગઇ હતી ત્યારે મને પહેલીવાર લાગ્યું કે હું તેમના વિના જીવી શકીશ નહીં. પછી મને સમજાયું કે આ લાગણીઓ મિત્રતા કરતાં વધુ છે. જ્યારે મેં તેને મારી માતા સાથે શેર કર્યું, ત્યારે તેઓ ચોંકી ગયા હતા. માતા ઈચ્છતી હતી કે મારા લગ્ન અમારા જેવા રાજવી પરિવારમાં થાય.

હું પરિવારની એક માત્ર સંતાન હોવાને કારણે માતા મારા નિર્ણયથી દુખી હતી એટલે 6 મહિના સુધી મેં નરેન્દ્ર સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ 1994માં અમે આર્ય સમાજમા સાદાઇથી લગ્ન કરી લીધા હતા.

જો કે લાંબા લગ્નગાળા પછી દિયા કુમારી અને નરેન્દ્ર છુટા પડી ગયા છે અને દિયા કુમારીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp