શું ભાજપ રાજસ્થાનમાં વસુંધરા રાજેનો ખેલ પુરો કરવા માંગે છે?
રાજસ્થાનમાં ભાજપ નેતા કિરોડી લાલ મીણાએ મંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી રાજકારણ ગરમાયેલું છે. હવે એવી ચર્ચા શરૂ થઇ છે કે ભાજપ રાજસ્થાનમાં 70 વર્ષ પુરા કરી ચુકેલા મોટા નેતાઓને સંગઠન કે સરકારમાં મોટી જવાબદારી આપશે કે પછી તેમને ઘર ભેગા કરાશે.?
રાજસ્થાનમાં 70 વર્ષ પુરા થયા હોય તેવા દિગ્ગજ નેતાઓમાં રાજેન્દ્ર રાઠોડ, કિરોડીલાલ મીણા, ઓમ માથુર, વસુંધરા રાજે, ઘનશ્યામ તિવારી અને દેવી સિંહ ભાટી છે. ખાસ કરીને 71 વર્ષના થયેલા વસુંધરા રાજેને રાજ્યપાલ બનાવીને ભાજપ તેમનું રાજસ્થાનમાંથી પત્તું કાપવા માંગે છે તેવી ચર્ચા છે.
વસુંધરા રાજે રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આ વખતે ધારાસભ્ય બન્યા છે. રાજે માત્ર ધારાસભ્ય બનીને બેસી રહે તેવા નેતા નથી. એવા સંજોગોમાં રાજસ્થાનમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ પાસે 2 રસ્તા છે. ક્યાં તો વસુંધરાને બહાર મોકલવામાં આવે અથવા રાજસ્થાનમાં તેમને કોઇ મોટી જવાબદારી આપવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp