કોંગ્રેસ નેતાએ PMના ઉપવાસ પર ઉઠાવ્યા સવાલ, પ્રાણ પ્રતિષ્ઠાના વ્રત પર પણ શંકા

PC: news.abplive.com

કોંગ્રેસ નેતા વીરપ્પા મોઈલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપવાસને લઈને સવાલ ઉઠાવ્યા છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આગામી દિવસે જ વીરપ્પા મોઈલીએ શંકા વ્યક્ત કરી. વીરપ્પા મોઈલીએ કહ્યું કે, મને શંકા છે કે તેમણે 11 દિવસનું અનુષ્ઠાન કર્યું હશે. જો શરત વિના વ્રત કરીને ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકાય છે તો એ જગ્યા અપવિત્ર થઈ જાય છે. એવામાં એ જગ્યાએ શક્તિ ઉત્પન્ન થતી નથી.

વીરપ્પા મોઈલીએ કહ્યું કે, તેઓ કોઈ ડૉક્ટર સાથે મોર્નિંગ વોક કરી રહ્યા હતા. આ દરમિયાન ડૉક્ટરે મને એ જણાવ્યું કે, ખાધા-પીધા વિના એટલા દિવસ જીવિત રહેવું મુશ્કેલ છે. જો એ છતા તેઓ જીવિત છે તો એ ચમત્કાર છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને કઠિન વ્રત લીધું. તેઓ જમીન પર માત્ર ધાબળો પાથરીને સૂતા હતા અને નારિયેળ પાણી પીતા હતા.

એટલું જ નહીં, અનુષ્ઠાન હેઠળ દેશના વિભિન્ન મંદિરોમાં પણ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરોમાં સફાઇ અભિયાન પણ ચલાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમવારે અયોધ્યાના મંદિરમાં રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરને એક નવા યુગના આગમનનો પ્રતિક કરાર આપ્યો અને લોકોને મંદિર નિર્માણથી આગળ વધીને આગામી 1,000 વર્ષના મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો બનાવવાનું આહ્વાન કર્યું.

આ અવસર પર વિભિન્ન ક્ષેત્રોના દિગ્ગજ પણ ઉપસ્થિત હતા. સ્થાનિક અને અન્ય રાજ્યના લોકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમવારે મોડી રાત્રે જ મંદિર પરિસર તરફ જતા રામ પથ પર મુખ્ય દ્વાર નજીક એકત્ર થઈ ગયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા માટે ફૂલોથી સજાવવામાં આવેલા દ્વાર નજીક મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસે શ્રદ્ધાળુઓને જણાવ્યું કે, મંદિર મંગળવારે ખુલશે. તેના આગામી દિવસે અયોધ્યામાં રામ મંદિરના કપાટ સામાન્ય જનતા માટે ખૂલી ગયા. એક દિવસ અગાઉ આ નવનિર્મિત મંદિરમાં રામલાલના નવીન વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કરવ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp