ગઠબંધનને કારણે PM મોદીને આ 6 નિર્ણયો લેવામાં મુશ્કેલી ઉભી થશે

લોકસભા 2024ની ચૂંટણીમાં મતદારોએ કોઇ પણ પાર્ટીને બહુમતી આપી નહી. ભાજપને પણ બહુમતી ન મળી અને 240 બેઠકો મળી. બહુમત માટે કુલ 272 બેઠકોની જરૂર હોય છે. હવે ગઠબંધન સરકાર બનવાને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 6 નિર્ણયો લેવામાં મોટી મુશ્કેલી ઉભી થશે. છેલ્લાં 10 વર્ષમાં બહુમત હોવાને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇશારે સહયોગી પાર્ટીઓ ચાલતી હતી, પરંતુ હવે PM મોદીએ તેમના ઇશારે કામ કરવું પડશે.

TDP, JDU જેવી પાર્ટીઓ સાથે ગઠબંધનમાં સરકાર ચલાવવાને કારણે વન નેશન વન ઇલેકશન, યુનિફોર્મ સિવિલ કોડ, નેશનલ સિટીઝન રજિસ્ટર્ડ, જાતીય જનગણના, લોકસભા ક્ષેત્ર સીમાંકન અને રાજ્યોના વિશેષ દરજ્જો જેવા મુદ્દા પર નિર્ણયો લેવામાં મોટી મુશ્કેલી ઉભી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 22 વર્ષના રાજકીય ઇતિહાસમા પહેલીવાર ખીચડી સરકાર બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp