બંગાળમાં EVM પર ભાજપનું ટેગ કેમ? TMCના આરોપો પર ચૂંટણી પંચે આપ્યો જવાબ

PC: english.jagran.com

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા ચરણમાં પશ્ચિમ બંગાળની 8 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે બાંકુડાના એક મતદાન કેન્દ્ર પર 5 EVM પર ભાજપનો ટેગ લાગેલો છે. તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપના ટેગ લાગેલા EVMની તસવીરો શેર કરતા લખ્યું કે, ‘મમતા બેનર્જીએ વારંવાર તેનો ઉલ્લેખ કર્યો છે કે ભાજપ EVMમાં છેડછાડ કરીને વોટમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહી હતી. આજે બાંકુરાના રઘુનાથપુરમાં 5 EVM મશીન પર ભાજપનું ટેગ લાગેલું મળ્યું.

તૃણમૂલ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે આ ટેગને યોગ્ય ઠેરવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, કમિશનિંગ દરમિયાન ઉમેદવારો અને તેમના એજન્ટો પાસેથી કોમન એડ્રેસવાળા ટેગ પર હસ્તાક્ષર કરાવવામાં આવે છે. જો કે, કમિશનિંગ દરમિયાન માત્ર ભાજપના ઉમેદવારના પ્રતિનિધિ ઉપસ્થિત હતા એટલે EVM અને VVPAT પર માત્ર તેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા. ચૂંટણી પંચે આગળ એમ પણ કહ્યું કે, આ આખી પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખમાં કરવામાં આવી હતી.

કમિશનિંગ દરમિયાન બધા માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું અને PS નંબર 56, 58, 60, 61 અને 62માં ઉપસ્થિત બધા એજન્ટો પાસે હસ્તાક્ષર કરાવવામાં આવ્યા.  કહેવામાં આવ્યું કે, ચૂંટણી પંચના બધા નિયમોનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. એ સિવાય મશીનોનું કમિશનિંગ CCTVની દેખરેખમાં કરવામાં આવે છે. એ સિવાય અલગથી તેની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવે છે.

આ ચરણમાં પશ્ચિમ બંગાળની 8 લોકસભા સીટ તમલુક, કાંથી, ઘાટલ, ઝાડગ્રામ, મેદિનીપુર, પુરુલિયા, બાંકુરા અને વિષ્ણુપુર પર મતદાન થઈ રહ્યું છે. વર્ષ 2019માં આ 8 સીટોમાંથી ભાજપે 5 અને તૃણમૂલ કોંગ્રેસે 3 સીટો પર જીત હાંસલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp