370 હટ્યા બાદ આખરે કેટલી બદલાઈ ચૂકી છે J&Kની વિધાનસભા? જાણો ડિટેલ
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઇ છે. ચૂંટણી પંચે તેને લઈને પૂરી તૈયારી કરી લીધી છે. આમ 370 હટ્યા બાદ જ માગ કરવામાં આવી રહી હતી કે જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્રને પૂર્વવત કરવામાં આવે, જનતાને ફરી વોટિંગનો અધિકાર મળે. હવે આ અનુસંધાને તારીખોની જાહેરાત થવા જઇ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં કેટલી બદલાઈ વિધાનસભા?
આમ જમ્મુ-કાશ્મીરમાં આ વખત જે ચૂંટણી થવા જઇ રહી છે, તે પૂરી રીતે અલગ છે. 5 વર્ષની અંદર જમ્મુ-કાશ્મીરની વિધાનસભા પૂરી રીતે બદલાઈ ચૂકી છે. તેનું એક મોટું કારણ એ છે કે હવે જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પૂર્ણ થઈ ગયું છે, આ કારણે જમ્મુ અને કાશ્મીર સદનમાં સીટોમાં પરિવર્તન જોવા મળ્યું છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 સીટો કરી દેવામાં આવી છે, તેમાં 24 સીટો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની સામેલ છે.
જો આ 24 સીટો હટાવવામાં આવે તો 90 વિધાનસભા સીટો નીકળે છે. પહેલા આ આંકડો 83 રહેતો હતો, એવામાં કુલ 7 સીટો વધી ચૂકી છે. અહી પણ જમ્મુ ક્ષેત્રમાં 6 સીટો વધી છે. તો કાશ્મીર વિભાગમાં એક સીટનો વધારો થયો છે. જમ્મુ ક્ષેત્રમાં 43 સીટો રહેવાની છે અને કાશ્મીર વિભગમાં હવે 47 સીટો હશે. જો અગાઉની સ્થિતિની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં 83 સીટો રહેતી હતી, ત્યારે જમ્મુ ક્ષેત્રથી વધુ કાશ્મીર ક્ષેત્રમાં સીટો હતી, પરંતુ વર્તમાન સરકાર અને કેટલાક જાણકારોને એ યોગ્ય ન લાગ્યું અને આ કારણે સીમાંકન કરાવીને જમ્મુમાં પણ સીટો વધારવાનો નિર્ણય થયો.
હવે વિપક્ષ જરૂર આરોપ લગાવે છે કે જમ્મુમાં સીટો વધારવાનું ઉદ્દેશ્ય માત્ર ભાજપને મજબૂત કરવાનું છે. વાસ્તવમાં જમ્મુ એ વિસ્તાર છે જ્યાં આજે પણ ભાજપની ઉપસ્થિતિ જબરદસ્ત છે અને તેની સીટો પણ આ ક્ષેત્રથી નીકળે છે. બીજી તરફ તમામ પ્રયાસો છતા કાશ્મીરમાં ભાજપ વધારે વિસ્તાર કરી શકી નથી. ત્યાં આજે પણ સ્થાનિક પાર્ટીઓનો જ દબદબો જોવા મળે છે. પછી તે નેશનલ કોન્ફરન્સની હોય કે પછી PDPની.
બંને જ પાર્ટીઓ કાશ્મીરમાં સારી સીટો જીતે છે, પરંતુ હવે સીમાંકન બાદ સ્થિતિ બદલાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં અનુસૂચિત જાતિ માટે પહેલી વખત 7 સીટો રિઝર્વ કરવામાં આવી છે. તો બીજી તરફ અનુસૂચિત જનજાતિ માટે 9 સીટો રિઝર્વ રાખવામાં આવી છે. ST માટે રિઝર્વ સીટોમાં રાજોરી, કોકરનાગ, થાના મંડી, સુરનકોટે, પૂંછ હવેલી, બુધલ મેન્ધર, ગુરેજ અને ગુલબર્ગ. છેલ્લી વખત જમ્મુ-કાશ્મીરમાં 2014માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. 5 ચરણોમાં થયેલા મતદાન બાદ PDPને 28 સીટો મળી હતી, ભાજપ પણ 25 સીટો જીતવામાં સફળ થઈ હતી. તો નેશનલ કોન્ફરન્સને 15 સીટો મળી હતી. કોંગ્રેસને માત્ર 12 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp