NCP અજિત પવારની થઇ, શું નેશનલ પાર્ટીઓ પ્રાદેશિક પક્ષોને ખાઇ જશે?

PC: abplive.com

લોકસભાની ચૂંટણી પહેલા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી NCP જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે અજિત પવાર જૂથને NCPના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જોકે, પંચે શરદ પવારને નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા જણાવ્યું છે. આ નામો બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં આપવાના રહેશે.

શરદ પવારના ભત્રીજા અજિત પવારે ગયા વર્ષે NCPમાં બળવો કર્યો હતો જેને કારણે NCPના 2 ફાડચાં થઇ ગયા હતા. અજિત પવારે મહારાષ્ટ્રમાં શિંદે સરકારને ટેકો આપ્યો હતો. અજીતની સાથે અનેક ધારાસભ્યો પણ સરકારમાં જોડાયા હતા. આ પછી, અજિતે NCP પાર્ટી પર સત્તાનો દાવો કર્યો હતો. 6 મહિનાથી વધારે સમય અને 10થી વધારે સુનાવણી પછી ચૂંટણી પંચે NCP અજિતની હોવાનો ચુકાદો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp