ગુજરાતમાં 4 રાજ્યસભા સાંસદોની ચૂંટણી 27 તારીખે, ભાજપમાં નવા ચહેરા આવશે?

ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. એજ દિવસે પરિણામ પણ જાહેર કરી દેવાં આવશે. ગુજરાતની રાજ્યસભાની કુલ 11 બેઠકો છે, તેમાં 8 સીટ ભાજપની છે અને 3 સીટ કોંગ્રેસની છે.

ગુજરાતના કુલ 4 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પુરો થાય છે. ભાજપના મનસુખ માંડવિયા અને પુરુષોતમ રૂપાલા અને કોંગ્રેસના નારાયણ રાઠવા અને અમી યાજ્ઞિકનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. રાજકારણના જાણકારોના કહેવા મુજબ ભાજપ આ વખતે માંડવિયા અને રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવશે અને રાજ્યસભામાં 2 નવા ચહેરાંને સ્થાન મળી શકે છે.

રાજ્યસભા કુલ 250 સભ્યો હોય છે, જેમાંથી 238 સાંસદોને ધારાસભ્યો મત આપીને ચૂંટે છે જ્યારે 12 રાજ્યસભા સાંસદોની રાષ્ટ્રપતિ પસંદગી કરે છે. દેશની પ્રતિષ્ઠીત વ્યકિતઓને આમા સ્થાન આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp