અઢી મહિના થવા છતા હજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ કેમ જાહેર નથી થતું?

લોકસભા 2024ના પરિણામો જાહેર થયા, NDAના નેજા હેઠળ ભાજપ ફરી સત્તામાં પણ આવી ગઇ અને આ વાતને લગભગ અઢી મહિના થઇ ગયા, પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું નામ જાહેર થયું નથી. ત્યારે સવાલ એ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આટલો વિલંબ કેમ થઇ રહ્યો છે?

જાણવા મળેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)એ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એવું નામ સુચવ્યું છે જેને કારણે ભડકો થયેલો છે. RSSએ સંજય જોષીના નામની દરખાસ્ત મુકી છે, જે ભાજપના નેતાઓને કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. સંજય જોષી અને PM નરેન્દ્ર મોદી વચ્ચે જૂની દુશ્મની ચાલી રહી છે.

આ એ સંજય જોષી છે જેમની સામે કથિત સીડી કાંડનો આરોપ લાગ્યો હતો, પરંતુ તેમને ક્લીનચીટ મળી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp