ચૂંટણીના પરિણામ પહેલાં જ વિદેશી મીડિયાએ PM મોદીને જીતાડી દીધા

PC: myvotemyindia.in

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો જૂન 2024ના દિવસે જાહેર થવાના છે, પરંતુ વિદેશી મીડિયાએ PM મોદીને અત્યારથી જ જીતાડી દીધા છે. યુ. કે. અમેરિકા, કતરના મીડિયાઓ ભારતની લોકસભા ચૂંટણી માટે લખી રહ્યા છે.

બ્રિટનનું અખબાર ધ ગાર્ડિયને લખ્યું છે કે, ચૂંટણી વિશ્લેષકોનું માનવું છે કે ભારતમાં આ વખતે એવી ચૂંટણી થઇ રહી છે કે જેનું પરિણામ પહેલેથી બધાને ખબર છે. PM મોદી ત્રીજી વખત સત્તા હાસંલ કરવા જઇ રહ્યા છે.

કતરના અલજઝીરાએ લખ્યું કે ભાજપની જીતની ધારણા છે, પરંતુ 400નો આંકડો પાર કરશે કે કેમ તે સવાલ છે. અમેરિકાના ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યું કે મોદીની તાકાત વધતી જઇ રહી છે.

વોશિંગ્ટન પોસ્ટે લખ્યું કે મહિલાઓ અને યુવા મતદારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરી સત્તામાં મોકલશે. બ્રિટનના BBCએ કહ્યુ કે, રામ મંદિરનો મુદ્દો ભાજપને જીતાડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp