ભૂપેન્દ્ર પટેલ CM બન્યા ત્યારથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલે છે, હવે થશે?
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી અને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. એ પછી તેમણે મંત્રીમંડળની જાહેરાત કરી હતી, પરંતુ એ પછી 1 વર્ષથી એવી ચર્ચા ચાલે છે કે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે, પરંતુ આજ સુધી ન તો વિસ્તરણ થયું કે, બોર્ડ નિગમોમાં ચેરમેનની ભરતી થઇ કે ન તો સંગઠનમાં નવા લોકોને જવાબદારી સોંપવામાં આવી.
જાણવા મળેલી વિગત મુજબ ભાજપ હાઇમાન્ડે નક્કી કર્યું છે કે, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ નહીં કરવામાં આવે. એટલે જે લોકો મંત્રી બનવાની રાહ જોઇ રહ્યા છે તેમણે હજુ 6 મહિના સુધી રાહ જોવી પડશે. ભાજપ જે કોંગ્રેસના નેતાઓને પાર્ટીમા લાવી છે, તેમને પણ મંત્રી બનવાની આશા છે.
કદાચ એવું બને કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ધારાસભ્યોને પણ મેદાનમાં ઉતારી દે તો નવાઇ નહીં લાગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp