રાજસ્થાન, MP, છત્તીસગઢમાં કોની બનશે સરકાર, જુઓ શું કહે છે એક્ઝિટ પોલ

PC: twitter.com

દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પુરા થઇ ચૂક્યા છે અને હવે બધા રાજ્યોની ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થવાનું છે. એ પહેલાં ગુરુવારે સાંજે  છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના એક્ઝિટ પોલ જાહેર થયા હતા. તેમાં છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે, તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, જ્યારે રાજસ્થાનમાં ભાજપના ચાન્સ મળી શકે છે. મધ્ય પ્રદેશમાં હજુ ચિત્ર ક્લીયર નથી દેખાતું, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર હોવાનું દેખાઇ રહ્યું છે.

પહેલા છત્તીસગઢના એક્ઝિટ પોલની વાત કરીએ.

છત્તીસગઢમાં 90 બેઠકો માટે 2 તબક્કામાં મતદાન થયું હતું. 7 અને 17 નવેમ્બર લોકોએ મત આપ્યા હતા. છત્તીસગઢમાં સત્તા મેળવવા માટે 46 બેઠકો જીતવી જરૂરી છે.

એજન્સી                કોંગ્રેસ             ભાજપ      અન્ય

ABP- C વોટર          41-53              36-48   0-4

ઇન્ડિયા ટુડે એક્સીસ   40-50              36-46   1-5

ન્યૂઝ24 ચાણક્ય         57                  33         ---

ઇન્ડિયા ટીવી CNX      46-56            30-40     3-5

ન્યૂઝ-18 જનકી બાત   42-53             34-45     ---

છત્તીસગઢમાં કોંગ્રેસને જીત દેખાઇ રહી છે એટલે ધારાસભ્યો હોર્સ ટ્રેડીંગનો ભોગ ન બને એટલે માટે 72 ચાર્ટડ પ્લેન બુક કરી દેવાં આવ્યા છે અને ધારાસભ્યોને બેંગલુરુ મોકલવાની તૈયારી શરૂ  થઇ ગઇ છે.

હવે વાત કરીએ રાજસ્થાનની

રાજસ્થાનમાં 25 નવેમ્બરે 199 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી થઇ હતી અને કુલ 74.96 ટકા મતદાન થયું હતું. જે વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા 74.06 કરતા વધારે હતું. રાજસ્થાનમા દર 5 વર્ષે સરકાર બદલાઇ  જવાની 25 વર્ષથી પરંપરા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે એક્ઝિટ પોલ પર ભરોસો કરતા નહીં. રાજસ્થાનમાં કોંગ્રેસ જ સરકાર બનાવી રહી છે. જો કે, સાથે તેમણે એમ પણ કહ્યુ કે, ભાજપ ધર્મના કાર્ડ પર જીતી જાય તો ખબર નહીં.

 એજન્સી                 ભાજપ         કોંગ્રેસ          અન્ય      

ઇન્ડિયા ટુડે એક્સીસ    80-100     86-106     9-18

પોલ સ્ટ્રેઇટ              100-110     90-100      5-15

જનકી બાત             100-122     62-85        14-15

ટાઇમ્સનાઉ  ETG      108-128    56-72      13-21

 ભાસ્કર                 98-105       85-95      10-15

C-વોટર                94-114        71-91       9-19

હવે વાત કરીએ મધ્ય પ્રદેશની

મધ્ય પ્રદેશમાં 25 નવેમ્બરે 230 બેઠકો માટે મતદાન થયું હતું.

એજન્સી                        ભાજપ        કોંગ્રેસ        અન્ય      

ભાસ્કર                         95-115     105-120      0-15

રિપબ્લિક ટીવી મેટ્રાઇસ      118-130   97-107        ----

TV9 ભારત વર્ષ પોલ સ્ટાર   106-116   111-121       --

જનકી બાત                    100-123   100-125      5

 પોલઓફ પોલ્સ               116          111             3

ન્યૂઝ24 ચાણક્ય               151          74              5

એક્ઝિટ પોલનું તારણ એ નિકળે છે કે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી શકે છે. છત્તીસગઢમાં કોંગ્રેસ અને મધ્ય પ્રદેશમાં હજુ ચિત્ર ક્લીયર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp